ભારતમાં કોરોનાવાયરસનો કહેર સતત વધી રહ્યો છે. એક દિવસમાં ભારતમાં કોવિડ-19 નાં મહત્તમ 64,399 નવા કેસો સાથે, રવિવારે ચેપનો કુલ આંક વધીને 21,53,010 થઇ ગયો છે, જ્યારે કોરોના વાયરસથી સંક્રમિત 14,80,884 દર્દીઓ અત્યાર સુધી ઠીક થયા છે. આરોગ્ય મંત્રાલયે આ માહિતી આપી છે.
સવારે 8 વાગ્યા સુધી મંત્રાલયનાં આંકડા મુજબ 861 વધુ લોકોનાં મોત થયા છે, જે પછી મૃતકોની સંખ્યા વધીને 43,379 થઈ ગઈ છે. ભારતમાં પોઝિટિવિટી દર 8.95 ટકા પર પહોંચી ગયો છે. 8 મી ઓગસ્ટનાં રોજ દેશમાં સૌથી વધુ ટેસ્ટિંગ કરાયા હતા, ડેટા અનુસાર 8 ઓગસ્ટે 7,19,364 લોકોનાં સેમ્પલો લેવામાં આવ્યા હતા, જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,41,06,535 લોકોની તપાસ કરવામાં આવી છે. 21 લાખનાં ચિંતાજનક આંકડાઓ સુધી પહોંચવામાં ભારતને 192 દિવસનો સમય લાગ્યો છે. જ્યારે એક લાખ બનવામાં 110 દિવસનો સમય લાગ્યો હતો. આ પછી, 82 દિવસમાં 20 લાખથી વધુ કેસ નોંધાયા છે. ચોંકાવનારી વાત એ છે કે હવે નવા કેસોની સંખ્યા 60 હજારને પાર કરી ગઈ છે. જો કે, નિષ્ણાંતો માને છે કે ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થવાને કારણે કેસની સંખ્યા ઝડપથી વધી છે.
Single-day spike of 64,399 cases and 861 deaths reported in India, in the last 24 hours.
The #COVID19 tally rises to 21,53,011 including 6,28,747 active cases, 14,80,885 cured/discharged/migrated & 43,379 deaths: Ministry of Health pic.twitter.com/FGm4qSg63m
— ANI (@ANI) August 9, 2020
જો આપણે રાજ્ય મુજબનાં આંકડા વિશે વાત કરીએ તો કોરોનાનાં કેસોમાં મહારાષ્ટ્ર હજી ટોચ પર છે. છેલ્લા 24 કલાકમાં, અહી 12,822 નવા કેસ નોંધાયા છે. જ્યારે આંધ્ર પ્રદેશમાં 10,080, કર્ણાટકમાં 7,178, તમિળનાડુમાં 5,883 અને ઉત્તર પ્રદેશમાં 4,660 કેસ નોંધાયા છે. મૃતકોમાં મહારાષ્ટ્ર પણ મોખરે છે. છેલ્લા 24 કલાકમાં અહીં 275 લોકોનાં મોત નીપજ્યાં છે. તમિલનાડુમાં 118 લોકો, આંધ્રપ્રદેશમાં 97, કર્ણાટકમાં 93 અને પશ્ચિમ બંગાળમાં 51 લોકોનાં મોત થયાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
