Not Set/ UP કાયદા મંત્રી બ્રિજેશ પાઠકનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ

યોગી સરકારનાં કાયદા પ્રધાન બ્રિજેશ પાઠકને શ્વાસ લેવામાં તકલીફ થવાને લીધે રવિવારે સવારે લખનઉ પીજીઆઈની રાજધાની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં પહોંચેલા કેબિનેટ પ્રધાન બ્રિજેશ પાઠકને સીધા આઈસીયુમાં ખસેડાયા હતા. ડોક્ટર્સની ટીમે આઈ.સી.યુ.નાં પ્રભારી ડો.દેવેન્દ્ર ગુપ્તાની દેખરેખ હેઠળ બ્રિજેશ પાઠકની સારવાર શરૂ કરી છે. કેબિનેટ પ્રધાન 5 ઓગસ્ટે કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ […]

India
502f7af48483a63236361dfb4538c805 UP કાયદા મંત્રી બ્રિજેશ પાઠકનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ
502f7af48483a63236361dfb4538c805 UP કાયદા મંત્રી બ્રિજેશ પાઠકનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફયોગી સરકારનાં કાયદા પ્રધાન બ્રિજેશ પાઠકને શ્વાસ લેવામાં તકલીફ થવાને લીધે રવિવારે સવારે લખનઉ પીજીઆઈની રાજધાની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં પહોંચેલા કેબિનેટ પ્રધાન બ્રિજેશ પાઠકને સીધા આઈસીયુમાં ખસેડાયા હતા. ડોક્ટર્સની ટીમે આઈ.સી.યુ.નાં પ્રભારી ડો.દેવેન્દ્ર ગુપ્તાની દેખરેખ હેઠળ બ્રિજેશ પાઠકની સારવાર શરૂ કરી છે.

કેબિનેટ પ્રધાન 5 ઓગસ્ટે કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ પછી તેમણે નિવાસસ્થાનમાં પોતાને અલગ કરી દીધા છે. આ વિશે કાયદા પ્રધાન પાઠકે એક ટ્વિટમાં માહિતી આપી હતી કે કોરોનાનાં લક્ષણો દેખાયા બાદ મે ડોક્ટર્સની સલાહ પર પોતાનો ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેબિનેટ મંત્રી બ્રિજેશ પાઠકે આગળ લખ્યુ કે, છેલ્લા કેટલાક દિવસો દરમિયાન જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓને સરકારની માર્ગદર્શિકાને અનુસરીને પોતાને અલગ રાખવા અને તેમની તપાસ કરાવવા વિનંતી છે.

કેબિનેટ પ્રધાનને શનિવારે રાત્રે અચાનક શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. તેથી, રવિવારે સવારે, મંત્રીનાં કર્મચારીઓ તેમને તેમના નિવાસસ્થાનથી લઈ ગયા અને તેમને પીજીઆઈની કોવિડ હોસ્પિટલમાં દાખલ કર્યા. આપને જણાવી દઇએ કે, અગાઉ રાજ્યનાં કેબિનેટ મંત્રી મોતી સિંહ અને મહેન્દ્ર સિંહ પણ કોરોનાની ઝપટમાં આવી ચુક્યા છે. આ ઉપરાંત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ પણ આ વાયરસનાં દર્દી બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.