Not Set/ J&K/ ઘાયલ ભાજપનાં નેતાનું હોસ્પિટલમાં મોત, ગઈ કાલે કર્યો હતો આતંકીઓએ હુમલો

એક મોટા સમાચાર બડગામથી સામે આવ્યા છે, જ્યાં આતંકી હુમલામાં ઘાયલ થયેલા ભાજપનાં ઓબીસી મોરચાનાં પ્રમુખ અબ્દુલ હમીદ નઝરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. રવિવારે તેમના પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, આતંકીઓ અબ્દુલ હમીદનાં ઘરે ઘૂસી ગયા હતા અને તેમને ગોળી મારીને ત્યાંથી નાસી છૂટયા હતા, અબ્દુલ હમીદને ગંભીર હાલતમાં […]

India

એક મોટા સમાચાર બડગામથી સામે આવ્યા છે, જ્યાં આતંકી હુમલામાં ઘાયલ થયેલા ભાજપનાં ઓબીસી મોરચાનાં પ્રમુખ અબ્દુલ હમીદ નઝરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. રવિવારે તેમના પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, આતંકીઓ અબ્દુલ હમીદનાં ઘરે ઘૂસી ગયા હતા અને તેમને ગોળી મારીને ત્યાંથી નાસી છૂટયા હતા, અબ્દુલ હમીદને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો.

નોંધપાત્ર વાત એ છે કે, આવી જ એક ઘટના 6 ઓગસ્ટનાં રોજ કુલગામનાં વેસુમાં પ્રકાશમાં આવ્યો હતો, આતંકીઓએ સ્થાનિક સરપંચ સજ્જાદ અહમ ખાંડેને તેના ઘરની બહાર ગોળી મારી દીધી હતી. આ ઘટના પછી, સરપંચને તે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું, વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યુ હતું કે, આતંકીઓએ સજ્જાદને તેમના ઘરની સામે નિશાન બનાવ્યો હતો, તે વેસુમાં સલામત વિસ્તારમાં રહેતા હતા. 6 ઓગસ્ટે તે છાવણીમાંથી નીકળી ગયા હતા અને તે ઘર તરફ જઇ રહ્યા હતા, વળી ઘરથી 20 મીટર દૂર આતંકીઓએ તેમને ગોળી મારી દીધી હતી અને ત્યાથી ભાંગી છુટ્યા હતા, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.