Not Set/ પ્રખ્યાત કવિ રાહત ઈન્દૌરીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, ટ્વિટ કરી આપી જાણકારી

પ્રખ્યાત કવિ રાહત ઈન્દૌરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મોડી રાત્રે તેમને મધ્યપ્રદેશનાં ઇન્દોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહત ઈન્દૌરીનાં પુત્ર સતલજે આ અંગે માહિતી આપી, બાદમાં રાહત ઇંન્દૌરીએ પણ આ અંગે પોતે ટ્વીટ કર્યુ હતુ. સતલજ ઇન્દૌરીનાં જણાવ્યા અનુસાર રાહત ઈંદૌરીને ઈંદોરની ઓરબિંદો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જે કોવિડ સ્પેશિયલ હોસ્પિટલ છે. તેમણે એમ […]

India
5f088ea30d2df19f4fe47cc172c5dc45 1 પ્રખ્યાત કવિ રાહત ઈન્દૌરીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, ટ્વિટ કરી આપી જાણકારી

પ્રખ્યાત કવિ રાહત ઈન્દૌરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મોડી રાત્રે તેમને મધ્યપ્રદેશનાં ઇન્દોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહત ઈન્દૌરીનાં પુત્ર સતલજે આ અંગે માહિતી આપી, બાદમાં રાહત ઇંન્દૌરીએ પણ આ અંગે પોતે ટ્વીટ કર્યુ હતુ. સતલજ ઇન્દૌરીનાં જણાવ્યા અનુસાર રાહત ઈંદૌરીને ઈંદોરની ઓરબિંદો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જે કોવિડ સ્પેશિયલ હોસ્પિટલ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, હમણા કોઈ ભયનો સવાલ નથી, રાહત ઈન્દૌરી સ્વસ્થ છે.

રાહત ઇન્દૌરીએ પોતે ટ્વિટર પર આ માહિતી આપી હતી. તેમણે લખ્યું કે, ‘કોવિડનાં પ્રારંભિક લક્ષણો દેખાયા બાદ ગઈકાલે મારો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ નોંધાયો છે. હું ઓરર્બિંદો હોસ્પિટલમાં એડમિટી છું, પ્રાર્થના કરું છું કે હુ આ રોગને જલ્દીથી હરાવી દેઉ. બીજી એક પ્રાર્થના છે, મને અથવા ઘરે લોકોને ફોન કરશો નહીં, મારી ખબર ટ્વિટર અને ફેસબુક પર મળશે. નોંધપાત્ર વાત એ છે કે રાહત ઈંન્દૌરી એક પ્રખ્યાત કવિ છે, સાથે જ તે બોલિવૂડ માટે ઘણા ગીતો લખી રહ્યા છે. રાહતની ઉંમર 70 વર્ષ છે, આવી સ્થિતિમાં ડોકટરોની સલાહથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે, મધ્ય પ્રદેશમાં કોરોના વાયરસની અસર ખૂબ ઝડપથી ફેલાઇ રહી છે. શરૂઆતમાં ઇન્દોર પણ કોરોના વાયરસના હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યો હતો. તાજેતરમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ કોરોનાની પકડમાં આવ્યા હતા, જોકે હવે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.