Not Set/ Viral Video/ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર હર્શ ગોયંકાનો કટાક્ષ, ખુર્સી કોને મળશે?

  રાજસ્થાનમાં રાજકીય નાટકનો આખરે અંત આવ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. સોમવારનાં રોજ કોંગ્રેસનાં બળવાખોર નેતા સચિન પાયલોટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. જે બાદથી એવા સતત સમાચાર આવી રહ્યા છે કે હવે રાજસ્થાનમાં ‘સબ ચંગા શી.’ રાજસ્થાનમાં રાજકીય સંકટ લગભગ નાટકીય અંત આવી ગયો છે. રાજસ્થાનમાં સરકારને […]

Videos
f92cd0b56f4ce58d519e215e578abe64 1 Viral Video/ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર હર્શ ગોયંકાનો કટાક્ષ, ખુર્સી કોને મળશે?
f92cd0b56f4ce58d519e215e578abe64 1 Viral Video/ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર હર્શ ગોયંકાનો કટાક્ષ, ખુર્સી કોને મળશે?

 

રાજસ્થાનમાં રાજકીય નાટકનો આખરે અંત આવ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. સોમવારનાં રોજ કોંગ્રેસનાં બળવાખોર નેતા સચિન પાયલોટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. જે બાદથી એવા સતત સમાચાર આવી રહ્યા છે કે હવે રાજસ્થાનમાં ‘સબ ચંગા શી.’

રાજસ્થાનમાં રાજકીય સંકટ લગભગ નાટકીય અંત આવી ગયો છે. રાજસ્થાનમાં સરકારને બચાવવા માટે સંઘર્ષ કરી રહેલા કોંગ્રેસ માટે સોમવારે રાહતનો દિવસ હતો. સચિન પાયલોટ જે બળવાખોર થઇ ગયા હતા અને તેમના સમર્થક ધારાસભ્યો સાથે અશોક ગેહલોતની વિરુદ્ધ ઉભા હતા. જેઓ સોમવારે પાર્ટી હાઈકમાન્ડ સાથે બેઠક બાદ સચિન પાયલોટ નરમ પડી ગયા હોય તેવુ દેખાઇ રહ્યુ છે. સચિન પાયલોટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ મુલાકાત કરી હતી, ત્યારબાદ કોંગ્રેસે પાયલોટ સાથેનાં કરારની પુષ્ટિ કરી હતી. રાજસ્થાનનાં રાજકારણ પર ઉદ્યોગપતિ હર્ષ ગોયેન્કાએ એક રમૂજી વીડિયો શેર કરીને મજાક ઉડાવી છે.

તેમણે 10 ઓગસ્ટની રાત્રે વીડિયો શેર કર્યો હતો. જેમાં બે લોકો મ્યુઝિકલ ખુરશીની રમત રમી રહ્યા છે. થોડીક સેકંડ પછી બંને વચ્ચે ખુરશી પર બેસવાનું યુદ્ધ શરૂ થઇ જાય છે. પહેલા છોકરી ખુરશી પર બેસવાનો પ્રયત્ન કરે છે અને પડી જાય છે. પછી છોકરો દોડતો આવે છે અને ખુરશી ઉપાડીને ભાગી જાય છે અને પછી તે બેસવાનો પ્રયત્ન કરે છે. તેના ખુરશી પર બેસી ગયા બાદ રમતનો અંત આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.