Not Set/ બિહાર/ વિધાનસભાની ચૂંટણી પહેલા RJDની મોટી કાર્યવાહી, 3 MLAને છ વર્ષ માટે કર્યા નિલંબિત

બિહારમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાષ્ટ્રીય જનતા દળએ તેના ત્રણ ધારાસભ્યોને પાર્ટીમાંથી બહાર કાઢ્યા છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, આરજેડીએ તેના 3 ધારાસભ્યોને હાંકી કાઢવાની કાર્યવાહી કરી છે. આરજેડીએ તેના ત્રણ ધારાસભ્યો – મહેશ્વર પ્રસાદ યાદવ, પ્રેમા ચૌધરી અને ફરાજ ફાતમીને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ માટે હાંકી કાઢ્યા. આરજેડીએ ત્રણેય ધારાસભ્યોને 6 […]

Uncategorized
b7114efde41b82cbcb7c603d4f6ee388 બિહાર/ વિધાનસભાની ચૂંટણી પહેલા RJDની મોટી કાર્યવાહી, 3 MLAને છ વર્ષ માટે કર્યા નિલંબિત
b7114efde41b82cbcb7c603d4f6ee388 બિહાર/ વિધાનસભાની ચૂંટણી પહેલા RJDની મોટી કાર્યવાહી, 3 MLAને છ વર્ષ માટે કર્યા નિલંબિત

બિહારમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાષ્ટ્રીય જનતા દળએ તેના ત્રણ ધારાસભ્યોને પાર્ટીમાંથી બહાર કાઢ્યા છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, આરજેડીએ તેના 3 ધારાસભ્યોને હાંકી કાઢવાની કાર્યવાહી કરી છે. આરજેડીએ તેના ત્રણ ધારાસભ્યો – મહેશ્વર પ્રસાદ યાદવ, પ્રેમા ચૌધરી અને ફરાજ ફાતમીને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ માટે હાંકી કાઢ્યા. આરજેડીએ ત્રણેય ધારાસભ્યોને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.

આરજેડીના રાષ્ટ્રીય મહામંત્રી આલોક મહેતાએ આ માહિતી આપી છે. આલોક મહેતાએ કહ્યું છે કે આ ત્રણેય ધારાસભ્યો પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ હતા. તેથી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ યાદવની સૂચનાથી આ તમામને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે, મહેશ્વર પ્રસાદ યાદવ મુઝફ્ફરપુરના ગાયાઘાટથી રાષ્ટ્રીય જનતા દળના ધારાસભ્ય છે. બિહારની મહાગઠબંધન સરકારના પતન પછી, બળવો થઈ રહ્યો છે. મહેશ્વર છેલ્લા ઘણા મહિનાઓથી નીતિશ કુમારની નીતિઓની સતત પ્રશંસા કરી રહ્યા હતા. ફરાઝ ફાતમીની વાત કરીએ તો, તે પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને આરજેડીના મજબૂત માણસ અલી અશરફ ફાતમીનો પુત્ર છે. ગયા વર્ષે, અલી અશરફ ફાતમીએ લોકસભાની ચૂંટણીમાં ટિકિટના અભાવે આરજેડી છોડી દીધી હતી અને ચૂંટણી પછી જેડીયુમાં જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.