Not Set/ Viral Video/ રસ્તા વચ્ચે સાપે નોળિયા પર કર્યો હુમલો, ગુસ્સે ભરાયેલા નોળિયાએ કર્યુ કઇક આવું…

  સોશિયલ મીડિયા પર પ્રાણીઓની લડતનાં વીડિયો ખૂબ વાયરલ થતા હોય છે અને તે ઇન્ટરનેટ પર પસંદ પણ કરવામાં આવે છે. તમે સિંહની લડાઇનાં ઘણા વીડિયો જોયા હશે. પરંતુ આ વખતે, સાપની અને નોળિયાની વચ્ચે ફાઇટ થઈ છે. આ બંનેને એકબીજાનાં દુશ્મન માનવામાં આવે છે. જ્યાં પણ બે પ્રાણીઓ આમને-સામને આવે છે ત્યા લડત ચોક્કસપણે […]

Uncategorized
c822b7c2032b2af251203d067ee62282 1 Viral Video/ રસ્તા વચ્ચે સાપે નોળિયા પર કર્યો હુમલો, ગુસ્સે ભરાયેલા નોળિયાએ કર્યુ કઇક આવું...
c822b7c2032b2af251203d067ee62282 1 Viral Video/ રસ્તા વચ્ચે સાપે નોળિયા પર કર્યો હુમલો, ગુસ્સે ભરાયેલા નોળિયાએ કર્યુ કઇક આવું... 

સોશિયલ મીડિયા પર પ્રાણીઓની લડતનાં વીડિયો ખૂબ વાયરલ થતા હોય છે અને તે ઇન્ટરનેટ પર પસંદ પણ કરવામાં આવે છે. તમે સિંહની લડાઇનાં ઘણા વીડિયો જોયા હશે. પરંતુ આ વખતે, સાપની અને નોળિયાની વચ્ચે ફાઇટ થઈ છે.

આ બંનેને એકબીજાનાં દુશ્મન માનવામાં આવે છે. જ્યાં પણ બે પ્રાણીઓ આમને-સામને આવે છે ત્યા લડત ચોક્કસપણે થાય જ છે. આ વખતે બંનેની રસ્તા વચ્ચે લડાઇ જોવા મળી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે પહેલા સાપ નોળિયા પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે. જેની નોળિયો પ્રતિક્રિયા આપી અને તેના પર હુમલો કરવાનું શરૂ કરે છે. પહેલા તેણે તેની પૂંછડી પર હુમલો કર્યો. અને પછી મોં પકડી લીધુ. સાપ લડત છોડીને ભાગવા લાગ્યો. પરંતુ નોળિયો લડત છોડવા માંગતો ન હતો. સાપનાં દોડવાની સાથે જ તેણે તેનુ મોં પકડ્યું અને તેને લઇને પોતાના વિસ્તાર તરફ ભાગી ગયો.

આ વીડિયો આઈએએફ અધિકારી ડો.અબ્દુલ ખય્યૂમ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં એમ પણ લખ્યું કે, ‘આ એકદમ સ્વાભાવિક છે. મને ખુશી છે કે બંને પ્રજાતિઓને બચાવવા માટે કોઈ યોદ્ધા વચ્ચે નથી આવ્યો. તે સૌથી યોગ્ય છે જે પ્રકૃતિમાં જીવંત છે. તેમણે આ વીડિયો 18 ઓગસ્ટે શેર કર્યો છે, જેના અત્યાર સુધીમાં 6 હજારથી વધુ વ્યૂઝ આવી ચૂક્યા છે. ઉપરાંત, 500 થી વધુ લાઈક્સ અને 100 થી વધુ રિ-ટ્વીટ્સ અને કોમેન્ટ્સ આવી છે. લોકોને બંને વચ્ચેનું યુદ્ધ એકદમ ખતરનાક લાગ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.