Not Set/ સિદ્ધાંતોની લડાઇમાં સમર્થનની વ્યવસ્થા કરવી પડે છે : કપિલ સિબ્બલ

  કોંગ્રેસનાં નેતૃત્વ વિવાદ બાદ પક્ષનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ સૌથી આગળ જોવા મળી રહ્યા છે. તેઓ રોજ કોઇને કોઇ ટ્વીટ કરી રહ્યા છે. જો કે, તેમના ટ્વીટ પરથી સ્પષ્ટ થઈ શક્યું નથી કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં લીધેલા નિર્ણય બાદ તેઓ કયા છેડે ઉભા છે. બુધવારે પોતાના નવા ટ્વીટમાં તેમણે વિરોધ અને ટેકો આપવાની […]

Uncategorized
453952924d5ad05e0d2e0bf25ccb8e67 સિદ્ધાંતોની લડાઇમાં સમર્થનની વ્યવસ્થા કરવી પડે છે : કપિલ સિબ્બલ
 

કોંગ્રેસનાં નેતૃત્વ વિવાદ બાદ પક્ષનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ સૌથી આગળ જોવા મળી રહ્યા છે. તેઓ રોજ કોઇને કોઇ ટ્વીટ કરી રહ્યા છે. જો કે, તેમના ટ્વીટ પરથી સ્પષ્ટ થઈ શક્યું નથી કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં લીધેલા નિર્ણય બાદ તેઓ કયા છેડે ઉભા છે. બુધવારે પોતાના નવા ટ્વીટમાં તેમણે વિરોધ અને ટેકો આપવાની વાત કરી છે. તેમણે લખ્યું, ‘સિદ્ધાંતો માટે લડતી વખતે… જીવનમાં, રાજકારણમાં, કોર્ટમાં, સામાજિક કાર્યકરો વચ્ચે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર…વિપક્ષ (વિરોધ કરનાર) મળી જ જાય છે… સમર્થનની વ્યવસ્થા કરવી પડે છે

આપને જણાવી દઈએ કે, આ અગાઉ મંગળવારે કપિલ સિબ્બલે પોતાની એક ટ્વીટમાં પદ અને દેશનાં મહત્વ વિશેની વાત કરી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું, ‘તે કોઈ પદ વિશે નથી, તે મારા દેશ વિશે છે જે સૌથી મહત્વપૂર્ણ છે.આપને જણાવી દઈએ કે, કપિલ સિબ્બલ પણ એવા લોકોમાં છે જેઓ કોંગ્રેસમાં નેતૃત્વમાં પરિવર્તન અંગે પત્ર લખે છે. પત્રનો વિવાદ ઉભો થયા બાદ સોનિયા ગાંધીએ રાજીનામું આપવાની ઓફર કરી હતી, ત્યારબાદ CWC ની બેઠક બોલાવવામાં આવી હતી. જો કે, આ બેઠકમાં અંતિમ નિર્ણય હતો કે સોનિયા ગાંધી હાલનાં સમયમાં પદ પર રહેશે. પરંતુ સૂત્રો પાસેથી એવી માહિતી પ્રાપ્ત થઈ છે કે, રાહુલ ગાંધીએ આ નેતાઓ પર ભાજપ સાથે જોડાવાનો આક્ષેપ કર્યો છે, જે અંગે સિબ્બલે તુરંત જ ટ્વિટ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.