Not Set/ અમદાવાદ/ વૈષ્ણવ દેવી સર્કલ પાસે AMTS  બસ ખાબકી ખાડા, માંડ માંડ બચ્યા મુસાફરો

અમદાવાદના એસજી હાઇવે પર વૈષ્ણવ દેવી સર્કલ પાસે એક એએમટીએસ બસ ખાડામાં પડી જતા અકસ્માત સર્જાયો છે. ટ્રાફિક પોલીસે બસમાં સવાર તમામ મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા. એએમટીએસ બસ ખાડામાં પડતા તેમાં સવાર મુસાફરોનો જીવ તાળવે ચોટી ગયો હતો. આ ઘટનામાં ચાર મુસાફરો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા […]

Ahmedabad Gujarat
c6e18327f19915dfc06cf4b6b234ee07 અમદાવાદ/ વૈષ્ણવ દેવી સર્કલ પાસે AMTS  બસ ખાબકી ખાડા, માંડ માંડ બચ્યા મુસાફરો
c6e18327f19915dfc06cf4b6b234ee07 અમદાવાદ/ વૈષ્ણવ દેવી સર્કલ પાસે AMTS  બસ ખાબકી ખાડા, માંડ માંડ બચ્યા મુસાફરો

અમદાવાદના એસજી હાઇવે પર વૈષ્ણવ દેવી સર્કલ પાસે એક એએમટીએસ બસ ખાડામાં પડી જતા અકસ્માત સર્જાયો છે. ટ્રાફિક પોલીસે બસમાં સવાર તમામ મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા. એએમટીએસ બસ ખાડામાં પડતા તેમાં સવાર મુસાફરોનો જીવ તાળવે ચોટી ગયો હતો. આ ઘટનામાં ચાર મુસાફરો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સમગ્ર મામલો એએમસીની ઘોર બેદરકારી સામે આવી છે. કામગીરી ચાલુ હોવાથી રસ્તા પર કોઈ બેરિકેડ ઉભા કરવામાં આવ્યા નથી.

વિકસતા અમદાવાદની વરવી વાસ્તવિકતા, વૈષ્ણોદેવી સર્કલ પર ખાડામાં ખાબકી AMTS બસ  | Gujarat News in Gujarati

મળતી માહિતી મુજબ, શહેરમાં વાહનચાલક મહાનગર પાલિકા પાસે વાહન વેરો વસુલ કરે તો ખાડા વિના રસ્તો આપવાની નિગમની જવાબદારી છે. પરંતુ કોર્પોરેશન દ્વારા લોકોને સારો રસ્તો આપવાની જવાબદારી યોગ્ય રીતે સંભાળી નથી અને નબળા રોડવેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ દરમિયાન, એક સામાજિક કાર્યકર જશવંતસિંહ વાઘેલાએ આ મામલે મનપા કમિશનરને 3.25 લાખ રૂપિયાની નોટિસ મોકલી છે. તેમણે નોટિસમાં જણાવ્યું હતું કે વાહનોનો ટેક્સ ભર્યા બાદ પણ માર્ગ ઉપરના ખાડાને કારણે માનસિક રીતે પજવવું પડેલા 25 હજાર અને માર્ગનો માર્ગ સાચો ન હોવાના કારણે 2 લાખ રૂપિયા અને પીઠના દુખાવા માટે 1 લાખ રૂપિયા છે. કુલ  3.25 લાખની નોટિસ છે.

 મુખ્યમંત્રી કચેરીએ શહેરમાં ખાડાઓ ભરવાના આદેશ આપ્યા હતા. આ પછી મુનિયુક્તાએ શહેરના તમામ વિસ્તારોના ઇજનેરોને તેમના વિસ્તારમાં ખાડાઓ ભરવાની કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી હતી. પરિણામે એક જ દિવસમાં 700 થી વધુ ખાડાઓ ભરાયા હતા. શહેરના 7 વિસ્તારોમાં કુલ 2122 ખાડાઓમાં 700 થી વધુ ખાડાઓ કામ પૂર્ણ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.