Not Set/ તો શું એક સપ્ટેમ્બરથી માફ થશે વિજળી બિલ? જાણો

કોરોના બાદ લાગુ કરવામાં આવેલા લોકડાઉનની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી હતી. સામાન્ય લોકો પણ આનાથી ખૂબ પ્રભાવિત થયા છે. દરમિયાન વોટ્સએપ પર ફોરવર્ડ સંદેશમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે લોકોને રાહત આપવા માટે એક યોજના તૈયાર કરી છે. આ અંતર્ગત 1 સપ્ટેમ્બરથી દરેક ઘરનાં વીજ બિલને માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો […]

India
5c599191a3950fa808d1185f4aabacfb તો શું એક સપ્ટેમ્બરથી માફ થશે વિજળી બિલ? જાણો
5c599191a3950fa808d1185f4aabacfb તો શું એક સપ્ટેમ્બરથી માફ થશે વિજળી બિલ? જાણો

કોરોના બાદ લાગુ કરવામાં આવેલા લોકડાઉનની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી હતી. સામાન્ય લોકો પણ આનાથી ખૂબ પ્રભાવિત થયા છે. દરમિયાન વોટ્સએપ પર ફોરવર્ડ સંદેશમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે લોકોને રાહત આપવા માટે એક યોજના તૈયાર કરી છે. આ અંતર્ગત 1 સપ્ટેમ્બરથી દરેક ઘરનાં વીજ બિલને માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મેસેજ વ્હોટ્સએપ સિવાય સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી રહ્યો છે.

આ અંગે એક હિન્દી મેસેજ પણ વોટ્સએપ પર મોકલવામાં આવી રહ્યો છે. જેમાં લખ્યું છે કે વીજ બિલ માફી યોજના 1 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. જે અંતર્ગત દરેકનાં બીલ માફ કરવામાં આવશે. આ દાવો સંપૂર્ણપણે ભ્રામક છે. કેન્દ્ર સરકારે આવું કોઈ પગલું ભર્યું નથી. ફક્ત મહારાષ્ટ્ર સરકારે વીજળીનાં બીલોમાં મુક્તિ આપવાનું વિચાર્યું હતું. જે અંતર્ગત વીજ વપરાશનાં આધારે દરેક મકાનને ત્રણ સ્લેબમાં વહેંચવામાં આવશે. તેના આધારે, એપ્રિલ, મે અને જૂન બીલને મુક્તિ મળશે.

આ પણ વાંચો – અમુક દિલ્હીનાં નમૂના અહી આવીને પૂછે છે કે કોરોનાને લઇને તમે શું કર્યુ : CM યોગી

સરકારનાં પ્રસ્તાવ મુજબ, જો ગત વર્ષનાં સમાન સમયગાળા દરમિયાન આ વર્ષે એપ્રિલ-મે અને જૂનનું બિલ 100 યુનિટ્સથી વધારે આવ્યું છે, તો આ વધેલા બિલને માફ કરવામાં આવશે. બીજી બાજુ, જો એપ્રિલ-મે અને જૂન માટેનું બિલ પાછલા વર્ષથી 101-300 યુનિટથી વધુ આવ્યુ છે, તો આ વધારાનાં બિલમાંથી 75% માફ કરવામાં આવશે. બીજી બાજુ, જો બિલ 301-500 યુનિટ અથવા તેથી વધુનું છે, તો સરકાર વધારાનાં બિલનાં 50% માફ કરશે, પરંતુ આ મહારાષ્ટ્ર સરકારની દરખાસ્ત છે, તેના પર મહોર લગાવાઈ નથી. બીજી તરફ, પ્રસાર ભારતીએ પણ કેન્દ્ર તરફથી કહ્યું છે કે, આવી કોઈ યોજના શરૂ કરવાની વાત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.