Not Set/ ગોવાનાં CM પ્રમોદ સાવંતનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝિટીવ, ઘરે જ થયા આઇસોલેટ

દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતનો આંકડો 37,69,523 પાર પહોંચી ગયો છે અને અત્યાર સુધીમાં 66 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. દૈનિક કોરોનાના આંકડામાં આશરે 70 હજારનો વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. પ્રમોદ સાવંતે ખુદ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી […]

Uncategorized
8e5e562c4e686c61035d4957fe32cf88 ગોવાનાં CM પ્રમોદ સાવંતનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝિટીવ, ઘરે જ થયા આઇસોલેટ
8e5e562c4e686c61035d4957fe32cf88 ગોવાનાં CM પ્રમોદ સાવંતનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝિટીવ, ઘરે જ થયા આઇસોલેટ

દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતનો આંકડો 37,69,523 પાર પહોંચી ગયો છે અને અત્યાર સુધીમાં 66 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. દૈનિક કોરોનાના આંકડામાં આશરે 70 હજારનો વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. પ્રમોદ સાવંતે ખુદ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.

ગોવાના મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું કે, “હું દરેકને જાણ કરવા માંગુ છું કે મને કોરોના થયો છે. મને ખૂબ જ હળવા લક્ષણો છે અને હું હોમ ક્વોરન્ટીનમાં રહીશ. હું ઘરેથી મારું કામ ચાલુ રાખીશ. જેઓ મારા સંપર્કમાં આવ્યા છે તેઓને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.

 આ પહેલા આજે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના પુત્ર પંકજ સિંહને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હોવાના સમાચાર પણ મળ્યા હતા. પંકજ સિંહે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.

પંકજ સિંહે ટ્વિટ કર્યું કે, “કોરોનાનાં પ્રારંભિક લક્ષણો દેખાયા પછી મેં ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટીવ આવ્યો.” હું ડોકટરોની સલાહથી હોસ્પિટલમાં દાખલ છું. હું વિનંતી કરું છું કે તમે બધા જે છેલ્લા કેટલાક દિવસોમાં મારી સાથે સંપર્કમાં આવ્યા છે, કૃપા કરીને પોતાને અઈસોલેટ કરો અને કોરોના ટેસ્ટ કરવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.