કોરોનાનાં કારણે દરેક સેક્ટરમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મહામારીનાં કારણે સારી આવક કરતુ અમદાવાદ RTO પણ હવે અડધાથી પણ ઓછી થઇ ગઇ છે. કોરોનાને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉન બાદથી જ અમદાવાદ RTO ની હાલત બગડી હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે.
અમદાવાદ RTO માં પસંદગીનાં નંબર લેવાની ઇચ્છા રાખતા લોકોની સંખ્યામાં પણ મોટો ઘટાડો થયો છે. એવુ કઇએ તો પણ ખોટુ નથી કે આ વાયરસે આપણી આસપાસનો માહોલ પૂરી રીતે પ્રભાવિત કર્યો છે. વાહન ચલાવવા માટે જરૂરી પરવાનગી આફતી રિઝનલ ટ્રાન્સપોર્ટ ઓફિસનાં આંકડાઓ પણ એટલા જ સાપેક્ષ છે. કોરોનાકાળ પૂર્વે જ્યા રોજિંદા 200 ટૂ વ્હીલર ચાલકો, 100 થી 150 ફોર વ્હીલર ચાલકો ડ્રાઈવિંગ ટેસ્ટ આપતા હતા. જે આંકડા હવે અડધા થઇ ગયા છે.
અમદાવાદ RTO નાં અધિકારી બી.વી.લિંબાસિયાએ આ અંગે જણાવ્યુ હતુ કે, કોરોના પહેલા વાહનોનાં દર મહિને 15 હજારની આસપાસ રજિસ્ટ્રેશન હતા. 4 જુન 2020 જ્યારથી ઓફિસ શરૂ થઇ ત્યારે જુન મહિનામાં અંદાજે 3,000 વાહનોનું રજિસ્ટ્રેશન થયુ છે, જુલાઇમાં અંદાજે 5 હજાર વાહનોનું રજિસ્ટ્રેશન થયુ છે. જ્યારે ઓગસ્ટ માસમાં અંદાજે 7 હજાર વાહનોનું રજિસ્ટ્રેશન થયુ છે. ત્યા જોઇ શકાય છે કે, જ્યા પહેલા 15 હાજર વાહનોનું રજિસ્ટ્રેશન થતુ હતુ, તેની સામે આજે ઘણો ઘટાડો થયો છે. કોરોના પહેલા આવક 1 કરોડ કરતા વધુ હતી, જે આજે અંદાજે ગણીએ તો 50 લાખની આસપાસ થાય છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
