Gujarat Weather/ ઠંડીમાં થયો ઘટાડો, ધુમ્મસભર્યા વાદળો જોવા મળ્યાં

જામનગર શહેરમાં ગાઢ ધુમ્મસ છવાતા સફેદ ચાદર પથરાઈ ગઈ છે.

Top Stories Gujarat

Gujarat News: ઉત્તરાયણ પહેલા ઠંડીમાં (Cold Weather) થોડોક ઘટાડો થયો છે. રાજકોટ, જામનગરમાં સવારથી ધુમ્મસભર્યા વાદળો જોવા મળ્યાં છે. જસદણ પંથકમાં વહેલી સવારથી જ ધુમ્મસની (Fog) ચાદર પથરાઈ ગઈ છે. તો કેટલાક જીલ્લાઓમાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે.

રાજકોટના જસદણ પંથકમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણથી વાહનચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી રહી છે. આટકોટ, જંગવડ, પાંચવડા, જીવાપર વિસ્તારમાં ધુમ્મસ છવાયું છે. ગાઢ ધુમ્મસ સર્જાતા લોકોએ તીવ્ર ઠંડીનો અનુભવ કર્યો છે. વાહન ચાલકોને લાઈટો ચાલુ રાખી વાહન ચલાવવું પડ્યું છે. જામનગરમાં શિયાળાની ગુલાબી સવારનો નજારો જોવા મળ્યો છે.

ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાતા મોટાભાગના જિલ્લાઓનું તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો થયો છે. અમદાવાદ 15.0 ડિગ્રી, ગાંધીનગર 14.6ડિગ્રી નોંધાયું છે. ડીસા 12.4 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર 15.6 ડિગ્રી, વડોદરા 15.8 ડિગ્રી, સુરત 18.4 ડિગ્રી, ભુજ 12.6 ડિગ્રી, કંડલા 14.9 ડિગ્રી, અમરેલી 15.4 ડિગ્રી, ભાવનગર 16.3 ડિગ્રી, દ્વારકા 17.0 ડિગ્રી, ઓખા 20.0 ડિગ્રી, પોરબંદર 12.0 ડિગ્રી, વેરાવળ 18.2 ડિગ્રી, રાજકોટ 12.4 ડિગ્રી, સુરેન્દ્રનગર 15.0 ડિગ્રી, મહુવા 15.9 ડિગ્રી, કેશોદ 13.6 ડિગ્રી, નલિયા 09.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

જામનગર શહેરમાં ગાઢ ધુમ્મસ છવાતા સફેદ ચાદર પથરાઈ ગઈ છે. ગાઢ ધુમ્મસને પગલે ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે. શહેર તથા હાઇવે પર વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. ધુમ્મસને પગલે ખેડૂતોના પાકને નુકસાન થઇ શકે છે. તો હવામાન વિભાગે આગાહી કરી છે કે 4 જાન્યુઆરી સુધી ગુજરાતમાં વરસાદ સાથે કરાં પડવાની પણ સંભાવના જણાઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઠંડીમાં આંશિક ઘટાડો, 6.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ

આ પણ વાંચો:કડકડતી ઠંડી સાથે હવે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને પાકમાં નુકસાન થવાનો ડર

આ પણ વાંચો:ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા, 3 દિવસની આગાહી