Not Set/ હત્યાનાં આરોપીને ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ સમક્ષ ઢોર માર મારીને કરી હત્યા

  ઉત્તર પ્રદેશનાં કુશીનગર જિલ્લામાં એક શિક્ષકની હત્યાનાં આરોપીને ટોળાએ પોલીસની સામે જ ઠોર માર મારી હત્યા કરી દીધી હતી. કુશીનગરનાં રામપુર બંગલા વિસ્તારમાં એક શિક્ષક સુધિર સિંહની તેના મકાનમાં હત્યા કરવામાં આવી હતી. ટોળુ ભેગુ થતા હત્યારો શરણાગતિ કરવા માંગતો હતો. પરંતુ ત્યાં હાજર ગ્રામજનો ગુસ્સામાં બેકાબૂ બન્યા હતા અને પોલીસની સામે યુવાન પર […]

India
5c5b91d848406b3a245b4c75031ce9f1 હત્યાનાં આરોપીને ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ સમક્ષ ઢોર માર મારીને કરી હત્યા
5c5b91d848406b3a245b4c75031ce9f1 હત્યાનાં આરોપીને ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ સમક્ષ ઢોર માર મારીને કરી હત્યા 

ઉત્તર પ્રદેશનાં કુશીનગર જિલ્લામાં એક શિક્ષકની હત્યાનાં આરોપીને ટોળાએ પોલીસની સામે જ ઠોર માર મારી હત્યા કરી દીધી હતી. કુશીનગરનાં રામપુર બંગલા વિસ્તારમાં એક શિક્ષક સુધિર સિંહની તેના મકાનમાં હત્યા કરવામાં આવી હતી. ટોળુ ભેગુ થતા હત્યારો શરણાગતિ કરવા માંગતો હતો. પરંતુ ત્યાં હાજર ગ્રામજનો ગુસ્સામાં બેકાબૂ બન્યા હતા અને પોલીસની સામે યુવાન પર તૂટી પડ્યા હતા. પોલીસે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ આરોપીને બચાવવામાં નિષ્ફળ ગયા.

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જ્યાં ઘણા પોલીસકર્મીઓ સ્થળ પર હાજર છે અને ભીડને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ભીડની નારાજગી સામે તેમની એક ચાલતી નથી. લોકો પોલીસની હાજરીમાં જ વ્યક્તિને માર મારતા હતા. પોલીસનાં કહેવા મુજબ વ્યક્તિ ગોરખપુરનો હતો અને તેણે તેના પિતાની બંદૂકથી એક શિક્ષકની કથિત હત્યા કરી હતી.

સ્થાનિક અહેવાલ મુજબ, શિક્ષકને ગોળી માર્યા પછી, યુવક તેની છત પર ચઠ્યો અને તેની બંદૂક લહેરાવવા લાગ્યો. તેમણે ગામ લોકોને દૂર રહેવાની ધમકી પણ આપી હતી. પોલીસ આવી ત્યારે તેણે શરણાગતિ માટે હાથ ઉંચો કર્યો. પોલીસ દ્વારા જ તેને છત પરથી નીચે લાવવામાં આવ્યો હતો. જ્યારે તે પોલીસ જીપગાડીમાં બેસી રહ્યો હતો, ત્યારે કોઈએ તેને ખેંચ્યો અને પછી ગુસ્સે ભરાયેલા બેકાબૂ ટોળુ તે યુવક ઉપર તૂટી પડ્યુ. આ સમગ્ર ઘટના પોલીસ સમક્ષ ઘટી હતી. જે કારણે પોલીસ ઉપર પણ સવાલો ઉભા થાય તો નવાઇ નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.