કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે બુધવારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 42 કરોડથી વધુ ગરીબોને 68,820 કરોડ રૂપિયા આપવાની પૃષ્ઠભૂમિમાં પૂછ્યું હતું કે આ ‘રાહત છે કે દેખાડો?’. તેમણે ટ્વીટ કર્યું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ દરેક લાભાર્થીઓને કેટલું વળતર મળ્યું? શું આ ખરેખરમાં ‘રાહત’ હતી કે પછી ફક્ત એક દેખાવ હતો?
પૂર્વ નાણાં પ્રધાને દાવો કર્યો હતો કે, 2.81 કરોડ લોકોને રૂ. 2,814 કરોડ અથવા વ્યક્તિ દીઠ 1000 રૂપિયા મળ્યા. શું આ પૂરતું છે? જન ધન એકાઉન્ટ ધરાવતી મહિલાઓને (20.6 કરોડ) ત્રણ મહિનામાં 30,925 કરોડ અથવા મહિલા દીઠ 1500 રૂપિયા મળ્યા છે. શું કોઈ ગૃહિણી 500 રૂપિયામાં મહિનામાં કુટુંબ ચલાવી શકે છે? તેમણે કહ્યું કે સ્થળાંતર કરનારા કામદારો (2.66 કરોડ) ને બે મહિનામાં 2.67 લાખ મીટ્રિક ટન અનાજ મળ્યો છે. એટલે કે દર મહિને પાંચ કિલો. શું આનાથી એક પરપ્રાંતિય અને તેનો પરિવાર ગુજારો કરી શકતો હતો?
કોંગ્રેસ નેતાએ એવો દાવો પણ કર્યો હતો કે આ આંકડા સાબિત કરે છે કે આપેલ નાણાં અત્યંત મર્યાદિત અને પૂરી રીતે અપૂરતા હતા. ચોક્કસપણે આ નાણાં માંગને વેગ આપવા અને અર્થવ્યવસ્થાને જીવંત બનાવવા માટે ‘પ્રોત્સાહન’ તરીકે કામ કરી શક્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
