કોરોના વાયરસના અંકડાઓમાં જંગી વધારો થઈ રહ્યો છે. વૃદ્ધથી માંડીને બાળકો પણ કોરોના વાયરસના ભરડામાં આવી ચુક્યા છે. ત્યારે જે લોકો કોરોના પોઝિટિવની સારવાર લઈને સાજા થયા છે. તે લોકોમાં કોરોના વાયરસની સાઈડ ઇફેક્ટ જોવા મળી છે. ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકોએ અનેક સર્વે દ્વારા પોતાના અનુભવો જણાવ્યા છે.
કોરોના પોઝિટિવ દર્દીઓ અનેક દિવસોની સારવાર લઈને સ્વસ્થ થયા છે. પરંતુ કોરોના વાયરસની વેકસીન હજી સુધી શોધાઈ નથી ત્યારે ડોક્ટરો દ્વારા દર્દીને કોરોના વાયરસથી લડવા દર્દીઓને સાજા કરવા રોગ પ્રતિકારક શકિત વધે તેવી અનેક હાઈ ડોઝની દવાઓ અને ઇન્જેક્શનો આપવામાં આવે છે. પરંતુ સારવાર લઈ સાજા થયેલા દર્દીઓમાં અનેક કોરોના વાયરસના સાઈડ ઇફેક્ટ જોવા મળ્યા છે. જેમાં જલ્દી થાક લાગવો, અશકિતનું પ્રમાણ, શ્વાસ ચડવો, ઊંઘ ના આવવી, બીપી, ચક્કર આવવા તેમજ ગુસ્સો અવવો, સ્વભાવમાં ચિડ ચિડા પણ આવવું જેવા અનેક લક્ષણો કોરોના વાયરસની સારવાર મેળવી સ્વસ્થ થયેલા દર્દીઓમાં જોવા મળ્યા છે.
બીજી તરફ વૃધો માટે કોરોના વાયરસ અતિ જોખમી સાબિત થયો છે. 61 થી 80 વર્ષના દર્દીઓ જલ્દી કોરોના વાયરસના ભરડામાં આવી જાય છે. જેથી વૃધોમાં અનેક પ્રકારની કોરોના વાયરસની સારવાર લીધા બાદ સાઈડ ઇફેક્ટ જોવા મળી છે. આવા દર્દીઓના એક્સરેમાં સારો સુધારો જોવા મળે છે. પરંતુ સારવાર બાદ તેમનું શરીર ઘણું નબળુ જોવા જોવા મળે છે.
ભારત જ નહીં વિદેશ માં પણ આવી ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠી રહી છે. થોડા સમય આગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને કોરોના નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેના 3 દિવસ બાદ તેમને ફરી વખત એડમિટ કરવા પડ્યા હતા. માત્ર સાઈડ ઇફેક્ટ પરંતુ એક વખત દર્દી નેગેટિવ થઈ ને સાજા થઈ ગયા બાદ બીજી વખત પણ કોરોના ઉથલો મારે છે અમદાવાદની અલગ અલગ હોસ્પિટલમાં ફરજ બજાવતા 4 જેટલા ડોકટર સંક્રમિત થયા હતા
કોરોના વાયરસથી સારવાર લઈ સાજા થયેલા દર્દીઓને ખાવા – પીવામાં ખાસ તકેદારીઓ રાખવી જોઈએ. માસ્ક હાઇજિંન સોશિયલ ડિસ્ટનનું પણ પાલન કરવું જોઈએ. જો આ તકેદારીઓ નહીં રાખવામાં આવે તો નબળા પડેલા શરીરમાં તેની ગંભીર અસર થાય તેમજ બીજા રોગો થવાની પણ શક્યતાઓ વધી જાય છે. આવા દર્દીઓને કોઈ શારીરિક સમસ્યાઓ થાય તો ડોક્ટરની અવશ્ય મુલાકાત લેવી જોઈએ.
માનસી પટેલ, અમદાવાદ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
