Not Set/ કોંગ્રેસે રાજનાથસિંહ પર નિશાન સાધ્યું – ચીનને લાલ આંખ ક્યારે બતાવશે મોદી સરકાર?

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા વિવાદ અંગે મોટું નિવેદન આપ્યું છે. આ પછી કોંગ્રેસે મોદી સરકાર પર પ્રશ્નો પૂછીને નિશાન સાધ્યું છે. કોંગ્રેસે કહ્યું, ચીને અમારી જમીન પર કબજો કરવાની હિંમત કેવી કરી? કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું છે કે મા. રાજનાથ જી, દેશ સૈન્ય સાથે એક થયો […]

Uncategorized
cab2671c78971f1c589964cd4977dea7 કોંગ્રેસે રાજનાથસિંહ પર નિશાન સાધ્યું - ચીનને લાલ આંખ ક્યારે બતાવશે મોદી સરકાર?
cab2671c78971f1c589964cd4977dea7 કોંગ્રેસે રાજનાથસિંહ પર નિશાન સાધ્યું - ચીનને લાલ આંખ ક્યારે બતાવશે મોદી સરકાર?

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા વિવાદ અંગે મોટું નિવેદન આપ્યું છે. આ પછી કોંગ્રેસે મોદી સરકાર પર પ્રશ્નો પૂછીને નિશાન સાધ્યું છે. કોંગ્રેસે કહ્યું, ચીને અમારી જમીન પર કબજો કરવાની હિંમત કેવી કરી?

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું છે કે મા. રાજનાથ જી, દેશ સૈન્ય સાથે એક થયો છે. પરંતુ અમને કહો – ચીને કેવી રીતે આપણી જમીન પર કબજો કરવાની હિંમત કઈ રીતે કરી? મોદીજીએ ચીન દ્વરા આપણા ક્ષેત્રમાં ઘૂસણખોરી ન કરવા વિશે ગેરમાર્ગે કેમ દોર્યા દોરી? ચીનને આપણી જમીન પરથી પાછું ક્યારે ઉખાડી પાડીશું? ચીનને ક્યારે લાલ આંખ બતાવશો?

આપને જણાવી દઈએ કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ચીની સેના દ્વારા વારંવાર ઘૂસણખોરી કરવાના નિષ્ફળ પ્રયાસ અંગે દેશને માહિતી આપી હતી. આ સાથે તેમણે દેશને ચીનના આ પગલા સાથે વ્યવહાર કરવાની પણ જાણકારી આપી. તેમણે લોકસભામાં કહ્યું કે આજે હું લદ્દાખની પૂર્વ સરહદો પરની તાજેતરની પ્રવૃત્તિઓથી મારા સાથીઓને જાગૃત કરવા આ પ્રતિષ્ઠિત ગૃહમાં હાજર થયો છું.

તેમણે કહ્યું કે તમે જાણો છો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ આપણા બહાદુર સૈનિકોને મળવા લદ્દાખની મુલાકાતે આવ્યા હતા અને તેમને સંદેશ પણ આપ્યો હતો કે તમામ દેશવાસીઓ તેમના બહાદુર સૈનિકો સાથે ઉભા છે. મેં પણ લદ્દાખની મુલાકાત લઈને મારા વીર જવાનો સાથે થોડો સમય વિતાવ્યો છે અને હું તમને કહેવા માંગુ છું કે મેં તેમની અદામ્ય હિંમત, બહાદુરી અને પરાક્રમ અનુભવી છે.

તમે જાણો છો કે કર્નલ સંતોષ બાબુ અને તેના 19 બહાદુર સાથીઓએ તેમની માતૃભૂમિની રક્ષા કરતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. શ્રી સ્પીકર, ગઈકાલે, આ ગૃહએ બે મિનિટ મૌન રાખીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.