Not Set/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના રિકવરીનો નવો રેકોર્ડ સ્થપાયો…​​​​​​​

કોરોનાનાં લાંબા કપરા કાળ બાદ આજે દેશને દિવસો બાદ રાહતના મોટા સમાચાર મળી રહ્યા છે. કોરોનાનાં પોઝિટિવ કેસ કરતાં કોરોના માંથી રિકવરીનો આંક પહેલી વખત વધી ગયાનું નોંધવામાંં આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, 93 હજાર કોરોના પોઝિટિવ કેસની સામે 95 હજાર કોરોનામાંથી રિકવરી થયાનું નોંધવામાં આવી રહ્યું છે.  કહી શકાય કે, છેલ્લાં 24 કલાકમાં આ રેકોર્ડબ્રેક […]

Uncategorized
9bd0215a84a882a02286bd66633243f9 1 દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના રિકવરીનો નવો રેકોર્ડ સ્થપાયો...​​​​​​​
9bd0215a84a882a02286bd66633243f9 1 દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના રિકવરીનો નવો રેકોર્ડ સ્થપાયો...​​​​​​​

કોરોનાનાં લાંબા કપરા કાળ બાદ આજે દેશને દિવસો બાદ રાહતના મોટા સમાચાર મળી રહ્યા છે. કોરોનાનાં પોઝિટિવ કેસ કરતાં કોરોના માંથી રિકવરીનો આંક પહેલી વખત વધી ગયાનું નોંધવામાંં આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, 93 હજાર કોરોના પોઝિટિવ કેસની સામે 95 હજાર કોરોનામાંથી રિકવરી થયાનું નોંધવામાં આવી રહ્યું છે. 

કહી શકાય કે, છેલ્લાં 24 કલાકમાં આ રેકોર્ડબ્રેક રિકવરી નોંધવામાં આવી છે. દેશમાં રિકવરીનો સૌથી મોટો આંક નોંધાયો છે. આપને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં દેશભરમાં કુલ 42 લાખ કરતા વધુ દર્દીઓએ કોરોનાને કારમી પછાડ આપી કોરોનાની સામેની લડાઇ જીતી લીધી છે.  

જો કે, સાથે સાથે કોરોનાનું સંક્રમણ પણ દેશભરમાં હાહાકાર મચાવી રહ્યું છે, અને કોરોનાનાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા હાલ 53 લાખને પાર પહોંચી ચૂકી છે તે પણ ચિંતાનો વિષય જ જોવામાં આવે છે. ઉલ્લાખનીય છે પાછલા દિવસનાં છેલ્લાં 24 કલાકમાં દેશમાં 1221 લોકોનાં કોરનાનાં કારણે મોત નીપજ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં દેશમાં કોરોનાને કારણે મરણજનાર લોકોની સંખ્યા 85 હજારને પાર થઇ ચૂકી છે.  
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews