Not Set/ CM યોગીનું મોટું એલાન, યુપીમાં બનશે દેશની શ્રેષ્ઠત્તમ ફિલ્મ સિટી

ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા એક મોટું એલાન કરવામાં આવ્યું છે. સીએમ યોગીએ જણાવ્યું હતું કે હાલના સંજોગોમાં દેશની એક સારી ફિલ્મની આવશ્યકતા છે અને આ માટે ઉત્તરપ્રદેશ તે જવાબદારી લેવા માટે તૈયાર છે અને એક જોરદાર ફિલ્મ બનાવવામાં આવશે.  તેમણે કહ્યું હતું કે, ફિલ્મ સિટી […]

Uncategorized
11b09f429524a661e6ac0b266710bc5a CM યોગીનું મોટું એલાન, યુપીમાં બનશે દેશની શ્રેષ્ઠત્તમ ફિલ્મ સિટી
11b09f429524a661e6ac0b266710bc5a CM યોગીનું મોટું એલાન, યુપીમાં બનશે દેશની શ્રેષ્ઠત્તમ ફિલ્મ સિટી

ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા એક મોટું એલાન કરવામાં આવ્યું છે. સીએમ યોગીએ જણાવ્યું હતું કે હાલના સંજોગોમાં દેશની એક સારી ફિલ્મની આવશ્યકતા છે અને આ માટે ઉત્તરપ્રદેશ તે જવાબદારી લેવા માટે તૈયાર છે અને એક જોરદાર ફિલ્મ બનાવવામાં આવશે.  તેમણે કહ્યું હતું કે, ફિલ્મ સિટી માટે નોઈડા, ગ્રેટર નોઈડા અને યમુના એક્સપ્રેસવેનું ક્ષેત્ર સૌથી ઉપયોગી રહેશે. 

આ ફિલ્મ સિટી ફિલ્મ નિર્માતાઓને એક ઉત્તમ વિકલ્પ ઉપલબ્ધ કરાવશે, સાથે સાથે રોજગારના ક્ષેત્રને પણ અત્યંત ઉપયોગી સાબિત થશે. ત્યારબાદ આ ફિલ્મ સિટીને લઈ સીએમ યોગીએ જમીનના વિકલ્પ સાથે એક યથાશીધ્ર કાર્યયોજના તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે.

એક સરકારી નિવેદન મુજબ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા શુક્રવારે સાંજે પોતાના સરકારી નિવાસ પર વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મેરઠ મંડલ (મેરઠ, હાપુડ, બાગપત, ગૌતમબુદ્ધ નગર, ગાઝિયાબાદ, બુલંદશહર,)ના વિકાસ કાર્યોની સમીક્ષા કરી રહ્યા છે.

આ ઉપરાંત કૈલાશ માનસરોવર ભવન નિર્માણની સ્થિતિની સમીક્ષા કરતા મુખ્યમંત્રીએ ગાઝીયાબાદમાં જનપ્રતિનિધિઓના પ્રશિક્ષણ હેતુથી પ્રસ્તાવિત કેન્દ્રના નિર્માણ કાર્યને ઝડપથી પ્રારંભ કરાવવા આદેશ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.