Not Set/ કોરોનાના વધતા જતા કેસોને કારણે સંસદનું ચોમાસું સત્ર બુધવારે સમાપ્ત થઈ શકે છે

  સંસદનું હાલનું ચોમાસું સત્ર સાંસદોમાં વધતા કોરોના વાયરસના સંક્રમણ ને ધ્યાનમાં રાખીને આવતા સપ્તાહના મધ્યમાં પૂર્ણ થઈ શકે છે. સત્તાવાર સૂત્રોએ શનિવારે આ માહિતી આપી. લોકસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં સામેલ મોટાભાગના પક્ષોના નેતાઓએ અધિષ્ઠાપિત સમય પહેલા સત્ર સમાપ્ત કરવા જણાવ્યું હતું. વ્યવસાય સલાહકાર સમિતિની બેઠકમાં વિવિધ પક્ષોના નેતાઓ, ગૃહમાં સરકારના પ્રતિનિધિઓ હોય છે […]

Uncategorized
bae244c9a2e8c3bfd47e565fad19d3c4 કોરોનાના વધતા જતા કેસોને કારણે સંસદનું ચોમાસું સત્ર બુધવારે સમાપ્ત થઈ શકે છે
bae244c9a2e8c3bfd47e565fad19d3c4 કોરોનાના વધતા જતા કેસોને કારણે સંસદનું ચોમાસું સત્ર બુધવારે સમાપ્ત થઈ શકે છે 

સંસદનું હાલનું ચોમાસું સત્ર સાંસદોમાં વધતા કોરોના વાયરસના સંક્રમણ ને ધ્યાનમાં રાખીને આવતા સપ્તાહના મધ્યમાં પૂર્ણ થઈ શકે છે. સત્તાવાર સૂત્રોએ શનિવારે આ માહિતી આપી. લોકસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં સામેલ મોટાભાગના પક્ષોના નેતાઓએ અધિષ્ઠાપિત સમય પહેલા સત્ર સમાપ્ત કરવા જણાવ્યું હતું.

વ્યવસાય સલાહકાર સમિતિની બેઠકમાં વિવિધ પક્ષોના નેતાઓ, ગૃહમાં સરકારના પ્રતિનિધિઓ હોય છે અને અધ્યક્ષસ્થાને લોકસભાના અધ્યક્ષ હોય છે. ચોમાસું સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થયું હતું અને શેડ્યૂલ મુજબ 1 ઓક્ટોબરના રોજ સમાપ્ત થવાનું હતું. સંસદ સંબંધી અંતિમ નિર્ણય સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ લેશે.

લોકસભાએ કૃષિ સંબંધિત ત્રણ બીલ પસાર કર્યા છે. વટહુકમોની જગ્યાએ આ બિલ લાવવામાં આવ્યા હતા. આ સાથે સાંસદોના પગારમાં ઘટાડો સંબંધિત વટહુકમની જગ્યાએ લાવવામાં આવેલા બિલને પણ ગૃહની મંજૂરી મળી ગઈ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે સત્ર દરમિયાન કેટલાક સંસદ સભ્યો કોરોના વાયરસથી સંક્રમિત બન્યા છે.  વિરોધ પક્ષોએ સરકારને કહ્યું છે કે 18-દિવસીય સત્ર જોખમી હોઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે આ દિશામાં વિચારવાનું શરૂ કર્યું છે.

ગત 14 સપ્ટેમ્બરથી સત્ર શરૂ થયા પછી કેન્દ્રીય પ્રધાનો નીતિન ગડકરી અને પ્રહલાદ પટેલ કોરોના વાઇરસથી સંક્રમિત બન્યા છે. બંને સત્રમાં હાજર રહ્યા હતા. કેટલાક સાંસદોને પણ કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….