કોઇપણ શહેર હોય આગજની ની ઘટના હવે સામાન્ય બની ગઈ છે. પરંતુ તે કેટલી ઘટક હોય છે તેનો અંદાજો જેણે આવી ઘટનામાં પોતાના વહાલા ગુમાવ્યા હોય તેને જ હોય છે. હાલ મજ અમદાવાદ માં શ્રેય હોસ્પીટલમાં લાગેલી આગમાં ૮ લોકોને પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યાં આજે ફરી પાછી એક કોમર્શીયલ બિલ્ડીંગ માં આગની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના પંચવટી વિસ્તારમાં આવેલા સીટી રતન ટાવરમાં આગજનીની ઘટના બની હતી. 10 માળની બિલ્ડીંગમાં 7 માં માળે એક ઓફિસમાં લાગી હતી. આ આગમાં 8 થી 9 લોકો ફસાયા હતા.
જેમાં ફાયર બ્રિગેડની 5 ગાડી ઘટના સ્થળ પર સમયસર પહોંચી જતા આગ પાર કાબુ મેળવી લેવાયો હતો. ઉપરાંત આજે રવિવાર હોવાથી કોઈ આ બિલ્ડીંગમાં ખાસ હાજર ના હતું . જેથી કોઈ મોટી જાનહાની થતા ટળી ગઈ છે. પરંતુ સવાલ એ છે કે જો ચાલુ દિવસે આ ઘટના બની હોત તો મોટી જાનહાની થઇ હોત. નોધનીય છે કે, અગાઉ પણ આ બિલ્ડીંગમાં ફાયર સેફટી અંગે ફાયર વિભાગે નોટીસ આપી હતી. પરંતુ કોઈ અમલવારી થઇ ના હતી જેના પરિણામે આ ઘટના સર્જાઈ।..
બ્રિન્દા રાવલ, અમદાવાદ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
