મુંબઈમાં મંગળવારે રાત્રે લગભગ 9 કલાક સુધી મુશળધાર વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતુ. રસ્તાથી રેલ્વે ટ્રેક સુધી પાણી જ પાણી દેખાતુ હતુ. આકાશમાંથી વરસી રહેલી આ આફતની અસર કોવિડની હોસ્પિટલો પર જોવા મળી હતી. વરસાદની પાણી મુંબઈની નાયર હોસ્પિટલમાં દાખલ થઈ, અને બહાર આવ્યું કે સમગ્ર વોર્ડ તળાવમાં ફેરવાઈ ગયો છે.
કોવિડ દર્દીઓ માટે બનાવાયેલા આ વોર્ડનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જ્યાં સ્પષ્ટપણે દેખાય છે કે પાણીને કારણે દર્દીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દવાઓનાં ડબ્બા અહીં પાણીમાં તરતા જોવા મળી રહ્યા છે, જ્યારે કેટલાક આરોગ્ય કર્મચારીઓ પાણીમાં પી.પી.ઇ કીટ પહેરેલા દર્દીઓની સંભાળ લેતા જોવા મળે છે.
#WATCH Maharashtra: Mumbai’s Nair Hospital flooded following heavy rainfall in the city. It is a COVID-19 dedicated hospital.
As per Brihanmumbai Municipal Corporation (BMC), Mumbai city received 173 mm rainfall in the last 24 hours. pic.twitter.com/DLPOWe2gPc
— ANI (@ANI) September 23, 2020
મુંબઇમાં રાતોરાત ભારે વરસાદને કારણે બુધવારે સવારે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેનાથી માર્ગ અને રેલ્વે ટ્રાફિક પ્રભાવિત થયો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, મંગળવારે મોડી સાંજે મુંબઇમાં વરસાદ શરૂ થયો હતો. મુંબઈમાં રાતોરાત ભારે વરસાદ પડ્યો હતો. આર્થિક પાટનગરમાં ઘણા સ્થળોએ પાણી ભરાવાનાં કારણે સવારે મોટા પ્રમાણમાં પરિવહન સેવાઓ પ્રભાવિત થઈ હતી. જોકે, ઘણા વિસ્તારોમાંથી પાણી નિકળવાનું શરૂ થઇ ગયુ છે.
મ્યુનિસિપલ અધિકારીએ જણાવ્યું હતું કે, ઘણા રસ્તાઓ અને નીંચાણવાળા વિસ્તારોમાં રાતોરાત વરસાદનાં કારણે પાણી ભરાઈ ગયા હતા અને માર્ગ વાહન વ્યવહારને ભારે અસર પહોંચી હતી. પાણીમાં અનેક વાહનો બંધ થતા ટ્રાફિક પણ ખોરવાયો હતો. સેન્ટ્રલ રેલ્વેનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ભારે વરસાદનાં કારણે સવારે 5 વાગ્યે ઉપનગરીય સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
