Not Set/ પ્રેમિકાએ મળવાની ના પાડતા પ્રેમીએ કર્યું એવું કામ કે…

પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી, પરંતુ એક બીજાના પ્રેમમાં પડી કંઇક ન કરવાનું કરી બેસવું એ પ્રકારે ગુનો જ કહેવાય છે. ત્યારે આ જ પ્રકારની એક ઘટના વસઈના માણિકપુર વિસ્તારમાં બની છે. આ ઘટનાની વાત કરીએ તો, પ્રેમિકાના પરિવાર દ્વારા ધમકી આપવામાં આવતી હોવાથી ગુસ્સે ભરાયેલા યુવાને પ્રેમિકાના પિતાની દુકાનને આગ ચાંપી દીધી હતી.  […]

Uncategorized
e0bc949fd903534ba0ab9e6a20272a51 પ્રેમિકાએ મળવાની ના પાડતા પ્રેમીએ કર્યું એવું કામ કે...
e0bc949fd903534ba0ab9e6a20272a51 પ્રેમિકાએ મળવાની ના પાડતા પ્રેમીએ કર્યું એવું કામ કે...

પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી, પરંતુ એક બીજાના પ્રેમમાં પડી કંઇક ન કરવાનું કરી બેસવું એ પ્રકારે ગુનો જ કહેવાય છે. ત્યારે આ જ પ્રકારની એક ઘટના વસઈના માણિકપુર વિસ્તારમાં બની છે. આ ઘટનાની વાત કરીએ તો, પ્રેમિકાના પરિવાર દ્વારા ધમકી આપવામાં આવતી હોવાથી ગુસ્સે ભરાયેલા યુવાને પ્રેમિકાના પિતાની દુકાનને આગ ચાંપી દીધી હતી. 

પોતાની દુકાનમાં આગ લાગ્યા બાદ પરિવારના સભ્યોને લાગ્યું હતું કે, આ એક દુર્ઘટના છે કે જ્યાં કોઈ કારણથી આગ લાગી હશે. પરંતુ બાજુવાળી દુકાનનું સીસીટીવી ફૂટેજ જોયા બાદ ખબર પડી કે રાહુલ પાસવાન દુકાનમાં સળગતા પદાર્થ ફેંક્યો હતો અને તેના લીધે આગ લાગી હતી. બાદમાં દુકાનદારે માણિકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

દુકાનના માલિકની ફરિયાદ મુજબ, તેઓ વસઈ વેસ્ટના અંબાડી રોડ પરની દુકાનમાં લાગેલી આગ અંગે જાણ કરી હતી. ત્યારબાદ તેમને ઘટનાસ્થળે પહોચીને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

આપને જણાવી દઈએ કે, 22 વર્ષિય રાહુલ પાસવાન દુકાનદારની 21 વર્ષીય દીકરી સાથે રિલેશનશીપમાં હતો. પણ આ વિશે જ્યારે તેના પરિવારને ખબર પડી ત્યારે તેમણે રાહુલને તેમની દીકરીને મળવાની ના પાડી હતી. જેને લીધે રાહુલને ગુસ્સો આવ્યો હતો અને તેણે દુકાનમાં આગ ચાંપી દીધી હતી. માણિકપુર પોલીસે આઈપીસીની ધારા 435 હેઠળ રાહુલ પાસવાન પર ગુનો નોંધવામાં આવ્યો છે. તેની શોધ પોલીસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.