Not Set/ PM મોદીનાં નિવેદન પર ઓવૈસીનો કટાક્ષ, કહ્યુ- પહેલા ઘરમાં ચિરાગ પછી…

  એઆઈએમઆઈએમનાં ચીફ અને હૈદરાબાદનાં સાંસદ અસદુદ્દીન ઓવૈસી, જેમણે કોરોનાવાયરસ અને ચીની આક્રમણ સહિતનાં અન્ય મુદ્દાઓ પર સતત મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે, તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર એકવાર ફરી કટાક્ષ કર્યો છે. ઓવૈસીએ સંયુક્ત રાષ્ટ્ર (યુએન) માં પીએમ મોદીનાં સંબોધન પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) ને ટેગ કરતા […]

Uncategorized
e5099c100c204bcf1a30479d2bee8bf0 PM મોદીનાં નિવેદન પર ઓવૈસીનો કટાક્ષ, કહ્યુ- પહેલા ઘરમાં ચિરાગ પછી...
e5099c100c204bcf1a30479d2bee8bf0 PM મોદીનાં નિવેદન પર ઓવૈસીનો કટાક્ષ, કહ્યુ- પહેલા ઘરમાં ચિરાગ પછી... 

એઆઈએમઆઈએમનાં ચીફ અને હૈદરાબાદનાં સાંસદ અસદુદ્દીન ઓવૈસી, જેમણે કોરોનાવાયરસ અને ચીની આક્રમણ સહિતનાં અન્ય મુદ્દાઓ પર સતત મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે, તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર એકવાર ફરી કટાક્ષ કર્યો છે.

ઓવૈસીએ સંયુક્ત રાષ્ટ્ર (યુએન) માં પીએમ મોદીનાં સંબોધન પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) ને ટેગ કરતા પૂછ્યું છે કે, શું તમારી સરકાર રૂ.80,000 કરોડની વ્યવસ્થા કરશે. સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પીએમઓને ટેગ કરતા શનિવારે પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, “સાહેબ, શું તમારી સરકાર 80,000 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરશે. સર થાળી, તાળી, લાઇટ બંધ, 21 દિવસ? 93,379 મોત. પહેલા ઘરમાં ચિરાગ પછી…

જણાવી દઇએ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કોરોનાવાયરસ રોગચાળા અંગેનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, “વિશ્વનો સૌથી મોટો રસી ઉત્પાદક દેશ તરીકે, હું વૈશ્વિક સમુદાયને આજે એક વધુ ખાતરી આપવા માંગુ છું. ભારતની વેક્સીન પ્રોડક્શન અને વેક્સીન ડિલિવરી ક્ષમતા સમગ્ર માનવતાને આ સંકટમાંથી બહાર કાઠવા માટે કામ કરશે. “વડા પ્રધાને કહ્યું કે, અમે વિશ્વનાં સૌથી મોટા લોકશાહી તરીકેની પ્રતિષ્ઠા અને તેના અનુભવને આપણે વિશ્વ હિત માટે ઉપયોગ કરીશું.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.