Not Set/ યુપી સરકાર પર રાહુલનો કટાક્ષ, દલિતોને દબાવવાની શરમજનક ચાલ

યુપીનાં હાથરસમાં દલિત યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાને લઈને કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ યોગી આદિત્યનાથ સરકાર પર શાંબ્દિક હુમલો કર્યો છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે ટ્વિટ કર્યું હતું કે, યુપીની ‘વર્ગ-વિશિષ્ટ‘ ને દબાવવા અને તેને સ્થાન બતાવવાનું યુપી સરકારનું શરમજનક પગલું છે. અગાઉ રાહુલે યોગી સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, યુપીનાં ‘વર્ગ-વિશિષ્ટ‘ જંગલરાજે વધુ એક […]

Uncategorized
5b4e81cb2295fbf4a48d7053e2e27005 યુપી સરકાર પર રાહુલનો કટાક્ષ, દલિતોને દબાવવાની શરમજનક ચાલ
5b4e81cb2295fbf4a48d7053e2e27005 યુપી સરકાર પર રાહુલનો કટાક્ષ, દલિતોને દબાવવાની શરમજનક ચાલ

યુપીનાં હાથરસમાં દલિત યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાને લઈને કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ યોગી આદિત્યનાથ સરકાર પર શાંબ્દિક હુમલો કર્યો છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે ટ્વિટ કર્યું હતું કે, યુપીની વર્ગ-વિશિષ્ટને દબાવવા અને તેને સ્થાન બતાવવાનું યુપી સરકારનું શરમજનક પગલું છે. અગાઉ રાહુલે યોગી સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, યુપીનાં વર્ગ-વિશિષ્ટજંગલરાજે વધુ એક યુવતીને મારી નાખી.

કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ આ ઘટના પર સવાલ ઉઠાવતા યુપી સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, દલિતોને દબાવવા અને સમાજમાં તેમનું સ્થાનબતાવવાની યુપી સરકારની આ શરમજનક ચાલ છે. અમારી લડત આ દ્વેષપૂર્ણ વિચારસરણી સામે છે. દલિત યુવતીનાં મૃતદેહને સળગાવવાનો વીડિયો શેર કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતની એક દીકરીની દુષ્કર્મ-હત્યા કરવામાં આવી છે, તથ્યો દબાવવામાં આવે છે અને અંતે તેના પરિવારનો અંતિમ સંસ્કાર કરવાનો અધિકાર પણ છીનવાઇ જાય છે. તે અપમાનજનક અને અન્યાયપૂર્ણ છે.

આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું, યુપીનાં વર્ગ-વિશિષ્ટજંગલરાજે વધુ એક યુવતીની હત્યા કરી હતી. સરકારે કહ્યું કે, આ બનાવટી સમાચાર છે અને પીડિતાને મોતનાં હવાલે છોડી દીધી. ન તો આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ફેંક હતી, ન તો પીડિતાનું મોત કે ન સરકારની નિર્દયતા. વળી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટિ્‌વટ કર્યું હતું કે રાત્રે 2.30 વાગ્યે, પરિવારે વિનંતી કરી હતી પરંતુ હાથરસનો ભોગ બનેલી યુવતીનાં મૃતદેહને ઉત્તર પ્રદેશનાં વહીવટીતંત્રએ બળપૂર્વક સળગાવી દીધી હતી.

પ્રિયંકાએ કહ્યું કે, જ્યારે તે જીવંત હતી, સરકારે તેનું રક્ષણ કર્યું ન હતું. જ્યારે હુમલો કરવામા આવ્યો ત્યારે સરકારે સમયસર સારવાર આપી ન હોતી. પીડિતાનાં મૃત્યુ પછી, સરકારે પરિવારનાં સભ્યો પાસેથી પુત્રીનાં અંતિમ સંસ્કાર કરવાનો અને મૃતકનું સન્માન કરવાનો અધિકાર પણ છીનવ્યો નહીં. આપને જણાવી દઈએ કે, યુપીનાં હાથરસમાં કેટલાક લોકોએ એક યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો. તેઓએ તેની જીભ કાપીને એટલી મારપીટ કરી હતી કે તેના ગળામાં 3 ફ્રેક્ચર અને કરોડરજ્જુ તૂટી ગઈ હતી. મંગળવારે, 15 દિવસ પછી, તેનુ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મોત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.