Not Set/ સાવધાન…! પ્રી-વિડીયો કે ફોટોશૂટિંગ વખતે આ બાબતનું રાખજો ધ્યાન, બાકી ખાવી પડશે જેલની હવા

આજના ટેકનોલોજીના યુગ અને ફેશનના યુગમાં મોટા ભાગના કપલો લગ્ન દરમિયાન પ્રી-વિડીયો કે ફોટોશૂટ કરાવતા હોય છે અને એક યાદગીરીને વિડીયો સ્વરૂપે યાદ રાખવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ આ સમયે જો એક નાનકડી ભૂલ કરી બેસશો તો તમને જેલની હવા ખાવાનો વારો આવી શકે છે અને તમે કાયદાકીય આંટીઘૂંટીમાં ફસાઈ શકો છો.  આ વાત […]

Ahmedabad Gujarat
9e4edacfbfad21a097c387abb59044ed સાવધાન...! પ્રી-વિડીયો કે ફોટોશૂટિંગ વખતે આ બાબતનું રાખજો ધ્યાન, બાકી ખાવી પડશે જેલની હવા
9e4edacfbfad21a097c387abb59044ed સાવધાન...! પ્રી-વિડીયો કે ફોટોશૂટિંગ વખતે આ બાબતનું રાખજો ધ્યાન, બાકી ખાવી પડશે જેલની હવા

આજના ટેકનોલોજીના યુગ અને ફેશનના યુગમાં મોટા ભાગના કપલો લગ્ન દરમિયાન પ્રી-વિડીયો કે ફોટોશૂટ કરાવતા હોય છે અને એક યાદગીરીને વિડીયો સ્વરૂપે યાદ રાખવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ આ સમયે જો એક નાનકડી ભૂલ કરી બેસશો તો તમને જેલની હવા ખાવાનો વારો આવી શકે છે અને તમે કાયદાકીય આંટીઘૂંટીમાં ફસાઈ શકો છો. 

આ વાત તમને મહદઅંશે ખોટી પણ લાગી શકે છે, પરંતુ આ જ પ્રકારનો કિસ્સો બન્યો છે. જેમાં વ્યક્તિને કોઈપણ ગંભીર ગુના વગર જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. 

જેલમાં જનાર વ્યક્તિની ભૂલ એટલી જ હતી કે, તેઓએ લગ્નના પ્રી-વિડીયો કે ફોટોશૂટમાં ફિલ્મી ગીતો મૂકતો હતો અને આ માટે તેણે તે ગીતોની માલિક કંપનીની મંજૂરી લીધી ન હતી. આમ તેના પર કોપીરાઇટ ભંગનો કેસ લાગ્યો છે.

આ બનાવની વાત કરીએ તો, અમદાવાદમાં આલ્બમ બનાવતા તેજસ બારોટને પોલીસ તેને લેવા આવી હતી. પોલીસને તેણે પૂછ્યું કે તેનો ગુનો શું છે, પોલીસે કહ્યું તમે પોલીસ સ્ટેશને આવશો ત્યારે ખબર પડશે. તેજસ બારોટ એકદમ નિશ્ચિતતાથી પોલીસ સ્ટેશને ગયો, તેને હતુ કે તેણે કોઈ ગુનો કર્યો જ નથી તો પછી તેની સામે પોલીસ ફરિયાદ કે કાર્યવાહી કેવી રીતે થઈ શકે.પોલીસે તેજસ બારોટને જણાવ્યું કે તેની સામે કેસ કરવામાં આવ્યો છે.

આ કેસ કોપીરાઇટ ભંગનો છે. તેજસ બારોટ ટી સિરીઝ કંપનીની જાણ બહાર તેના વિડીયો અને ઓડિયો લગ્નના આલ્બમમાં મૂકતો હતો. આમ આ માટે તેણે ટી-સિરીઝની મંજૂરી મેળવી ન હોવાથી તેના પર કોપીરાઇટનો કેસ લાગ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.