Not Set/ યુવકે બળાત્કારનો પ્રયાસ કર્યા બાદ આપ્યા 50 રૂપિયા, તો કિશોરીએ કર્યું કંઇક આવું

દેશમાં બળાત્કારનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો હાથરસ અને બલરામપુર બાદ હવે બિહારના લખીસરાયના બળાત્કારનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે અવાયું છે. અહીં  માતા-પિતા તેમની બે પુત્રીને છોડીને તેમના સગા સંબંધીને ત્યાં ગયા હતા ત્યારે પાડોશીએ તેમની 15 વર્ષની પુત્રી સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે માસૂમ રોવા લાગી તો તેના હાથમાં […]

Uncategorized
48859c4ecc0ab30daca1a02562c8cb36 યુવકે બળાત્કારનો પ્રયાસ કર્યા બાદ આપ્યા 50 રૂપિયા, તો કિશોરીએ કર્યું કંઇક આવું
48859c4ecc0ab30daca1a02562c8cb36 યુવકે બળાત્કારનો પ્રયાસ કર્યા બાદ આપ્યા 50 રૂપિયા, તો કિશોરીએ કર્યું કંઇક આવું

દેશમાં બળાત્કારનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો હાથરસ અને બલરામપુર બાદ હવે બિહારના લખીસરાયના બળાત્કારનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે અવાયું છે. અહીં  માતા-પિતા તેમની બે પુત્રીને છોડીને તેમના સગા સંબંધીને ત્યાં ગયા હતા ત્યારે પાડોશીએ તેમની 15 વર્ષની પુત્રી સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે માસૂમ રોવા લાગી તો તેના હાથમાં 50 રૂપિયા પકડાવી દીધા હતા. કિશોરીએ આ ઘટના બાદ દુપટ્ટા વડે ગળેફાંસો આપઘાત કરી લીધો છે.

મળતી માહિતી અનુસાર બિહારના લખીસરાયના ચાનન પોલિસ સ્ટેશન વિસ્તારમાં રહેનારો એક પરિવાર પોતાના સંબંધીને ત્યાં ગયો હતો. આ દરમિયાન તેના ઘરમાં માત્ર બે પુત્રી જ  હતી.

ઘરમાં એકલી પુત્રીને જોઈને પાડોશી યુવકે છેતરપીંડીથી 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી નારાજ થઈને કિશોરી ઘરમાં જ દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હત. આ ઘટના 29 સપ્ટેમ્બરની છે.

મૃતકની માંએ જણાવ્યું કે, 29 સપ્ટેમ્બરના રોજ તે પોતાના સંબંધીને ત્યાંથી પરત આવી ત્યારે પુત્રીએ જણાવ્યું કે, રાજાએ મને ઘરમાં બોલાવીને મારી સાથે જબરદસ્તી કરવાની કોશીશ કરી હતી. જ્યારે હું રોવા લાગી તો તેણે મને પચાસ રૂપિયા દઈને ચુપ રહેવાનું કહ્યું હતું.

મૃતકના પિતાએ કહ્યું કે, અમે લોકો અમારા સંબંધીને ત્યાં શ્રાદ્ધમાં શામેલ થવા માટે ગયા હતા. આ દરમયાન મારી પુત્રી ઘરમાં હાજર હતી. 29 સપ્ટેમ્બરના રોજ મારી પુત્રીને આરોપી યુવકે ઘરમાં બોલાવીને ખોટુ કામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મારી પુત્રીએ આપઘાત કરી લીધો છે. આરોપી યુવક તથા તેની માં સામે ચાનન પોલિસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.