Not Set/ Viral Video/ મહિલાએ વાંદરાનાં બાળકોને પીવડાવ્યું દૂધ, તમે જોઇને થશો ખુશ

  પ્રાણીઓને પણ પ્રેમની જરૂર હોય છે. આપણે આપણા બાળકોને જે રીતે ઉછેરતા હોઇએ છીએ તેવી જ રીતે તેમનો ઉછેર પણ થાય છે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા, એક મહિલા નાના વાંદરાઓને જે રીતે પ્રેમ કરે છે તે એક મોટો દાખલા બરાબર છે. તે વાંદરાનાં બાળકોને બોટલમાં દૂધ મૂકીને પીવડાવતી જોવા મળી રહી […]

Uncategorized
 

પ્રાણીઓને પણ પ્રેમની જરૂર હોય છે. આપણે આપણા બાળકોને જે રીતે ઉછેરતા હોઇએ છીએ તેવી જ રીતે તેમનો ઉછેર પણ થાય છે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા, એક મહિલા નાના વાંદરાઓને જે રીતે પ્રેમ કરે છે તે એક મોટો દાખલા બરાબર છે. તે વાંદરાનાં બાળકોને બોટલમાં દૂધ મૂકીને પીવડાવતી જોવા મળી રહી છે.

@GahlautManish નામના યૂઝર્સે આ વીડિયો શેર કરી છે. તેમણે કેપ્શનમાં લખ્યુ છે કે, “ખાતરી છે કે આ તમને ખુશ કરશે.” વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક મહિલા ત્રણ નાના વાંદરાઓ માટે બોટલમાં દૂધ બનાવે છે. વાંદરાઓ ડાયપર પણ પહેરે છે. પછી તેઓ દૂધની બોટલ પીવે છે. જેમ આપણા બાળકો પીવે છે. જલ્દી મહિલા દૂધ બનાવવાનું શરૂ કરે છે, ત્રણેય એકદમ ઉત્સાહિત થઈ જાય છે. તેઓ અવાજ કરવાનું શરૂ કરે છે. જોઇને તેઓ ખુશ થાય છે કે હવે આપણને દૂધ મળશે.

આ વીડિયોને મોટી સંખ્યામાં લોકો જોઇ રહ્યા છે. લોકોએ લખ્યું કે આ વાંદરાનાં બાળકો પણ એવું જ કરે છે જે આપણા મનુષ્યનાં બાળકો કરે છે. તો તમને આ વીડિયો કેવો લાગ્યો? શું આપે ક્યારે પણ વાંદરાનાં બાળકોને આવુ કરતા જોયા છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.