Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનાં કુલ કેસ પહોંચ્યા 71 લાખને પાર

  દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 66,732 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 816 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. પોઝિટિવ કેસોની કુલ સંખ્યા હવે 71,20,539 છે, જેમાં 8,61,853 સક્રિય કેસ, 61,49,536 રિકવર કેસ, 1,09,150 મોત સામેલ છે. મંત્રાલયનું કહેવું છે […]

Uncategorized
116b63b76de10489d2e037eca762a748 #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનાં કુલ કેસ પહોંચ્યા 71 લાખને પાર
116b63b76de10489d2e037eca762a748 #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનાં કુલ કેસ પહોંચ્યા 71 લાખને પાર

 

દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 66,732 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 816 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

પોઝિટિવ કેસોની કુલ સંખ્યા હવે 71,20,539 છે, જેમાં 8,61,853 સક્રિય કેસ, 61,49,536 રિકવર કેસ, 1,09,150 મોત સામેલ છે. મંત્રાલયનું કહેવું છે કે, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને તામિલનાડુંમાં કોરોના વાયરસનાં સક્રિય કેસો, મૃત્યુદર અને રિકવરી દરની ટકાવારી સૌથી વધુ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) નાં જણાવ્યા અનુસાર 11 ઓક્ટોબર સુધીમાં કોરોના વાયરસ માટે કુલ 8,78,72,093 સેમ્પલોને ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાથી 9,94,851 સેમ્પલોનું રવિવારે ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.