Not Set/ ભારતમાં ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે ઈ-પાસપોર્ટ, જાણો તેના ફાયદાઓ…..

આ પાસપોર્ટ ઇલેક્ટ્રિક માઇક્રોપ્રોસેસર ચિપથી સજ્જ હશે, દેશની તમામ 36 પાસપોર્ટ ઓફિસ ઈ–પાસપોર્ટ ઇશ્યૂ કરશે

Business
Untitled 24 1 ભારતમાં ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે ઈ-પાસપોર્ટ, જાણો તેના ફાયદાઓ.....

કેન્દ્ર  સરકાર  ટૂંક સમયમાં તમામ નાગરિકોને ઈ-પાસપોર્ટ આપવાનું શરૂ કરશે. વિદેશ મંત્રાલયના સચિવ સંજય ભટ્ટાચાર્યએ એક ટ્વિટમાં કહ્યું કે, ‘ભારતીય નાગરિકોને ટૂંક સમયમાં ઈ-પાસપોર્ટ મળવાની સંભાવના છે.રોલ-આઉટને ઝડપી બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા, વિદેશ મંત્રાલયના સચિવે જણાવ્યું હતું કે ઇ-પાસપોર્ટ બાયોમેટ્રિક ડેટા સાથે સુરક્ષિત રહેશે અને વૈશ્વિક સ્તરે ઇમિગ્રેશન પોસ્ટ્સ દ્વારા ઉપલબ્ધ થશે. 

આ  પણ વાંચો:કોરોના સંક્રમિત / કોરોના પોઝિટિવ શિખા સિંહને બ્રેસ્ટફીડ કરાવવામાં પડી રહી છે મુશ્કેલીઓ

હાલમાં ભારતીય નાગરિકોને પાસપોર્ટ પુસ્તિકાના સ્વરૂપમાં આપવામાં આવે છે. ભારતે અજમાયશ ધોરણે 20,000 સત્તાવાર અને રાજદ્વારી ઇ-પાસપોર્ટ જારી કર્યા છે, જેમાં ઇલેક્ટ્રોનિક માઇક્રોપ્રોસેસર ચિપ છે.ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. વર્તમાન પાસપોર્ટ સિસ્ટમમાં ઇ-પાસપોર્ટને સામેલ કરી લેવામાં આવે તે બાદ ભારતની તમામ 36 પાસપોર્ટ ઓફિસ ઇ-પાસપોર્ટ ઇશ્યૂ કરશે. આ ઇ-પાસપોર્ટ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન ના માપદંડો અનુસાર રહેશે જેથી કરીને તે વિવિધ દેશો વચ્ચે ઇન્ટરઓપરેટેબલ રહેશે.

આ પણ  વાંચો:Video / કરણ જોહરે ટીપ ટીપ બરસા પાની પર કર્યો જબરદસ્ત ડાન્સ, જોઈને લોકો આશ્ચર્યચકિત

 ભારતમાં 555 પાસપોર્ટ કેન્દ્રોનું નેટવર્ક છે જેમાં 36 પાસપોર્ટ ઑફિસ, 93 પાસપોર્ટ સેવા કેન્દ્રો ને 426 પોસ્ટ ઑફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો નો સમાવેશ થાય છે. અધિકૃત વેબસાઈટ પર અરજી ફોર્મ ભરવાથી લઈને તમારું સ્થાન અને એપોઈન્ટમેન્ટની તારીખ પસંદ કરવા સુધીની અરજી કરવાની પ્રક્રિયા એ જ રહેશે. નવી સિસ્ટમમાં ઈશ્યુના સમયને પણ અસર થશે નહીં.