રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તો કોરોના સંક્રમણને રોકવા માટે પણ અનેક પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમને પગલે રાજ્ય સરકારે કડક નિયમો અપનાવી રહ્યા છે . રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ કોરોનાની નવી ગાઇડ લાઇનનું પાલન કરવા સુચના આપી છે. કોરોના પ્રતિબંધમાં હવે લગ્ન સમારહો માટે રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવવું પડશે.
રાજ્ય સરકારે લગ્ન સમારહો માટે 50 લોકોની છૂટ આપી છે. જેથી જ્યાં લગ્ન હશે તે પહેલા તમામ લોકોએ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. Digital gujarat પર જઈને તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. હવે લગ્ન સમારહો પર પોલીસની ચાપતી નજર રહેશે. જે શહેરમાં રાત્રી કર્ફ્યૂ છે ત્યાં રાત્રે લગ્ન સમારોહનું આયોજન થઈ શકશે નહીં. લગ્નના આયોજકો તથા પાર્ટી પ્લોટે પણ વધુ લોકો ભેગા ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. જો નિયમનો ભંગ કરશો તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.
