Suprme Court News: કોલકાતા મહિલા ડોક્ટર કેસની સુનાવણી વખતે CJI ચંદ્રચૂડે મહત્વની ઘોષણા કરી. CJI ચંદ્રચૂડે હોસ્પિટલમાં ડોક્ટરની સુરક્ષાને લઈને નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવાના નિર્દેશ આપ્યા. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે તે નેશનલ ટાસ્ક ફોર્સની નિમણૂક કરી રહી છે. તેનું કામ દેશભરની હોસ્પિટલોમાં ડોક્ટરોની સુરક્ષા અંગે અભ્યાસ કરવાનું અને સૂચનો આપવાનું છે. કોર્ટે એ પણ ઉલ્લેખ કર્યો છે કે હોસ્પિટલોમાં ડોક્ટરો માટે આરામ કરવાની જગ્યા નથી.
કોલકાતામાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના બાદ આખા દેશમાં મોટો હોબાળો મચ્યો છે. ડોક્ટર જગત સહિત સામાન્ય નાગરિકો પણ નાની વયની બાળકીઓ, યુવતીઓ અને મહિલાઓ પર થતા બળાત્કારને લઈને કડક કાનૂનની માંગ કરી રહ્યા છે.
કોલકતામાં પીડીત મહિલા ડોક્ટરને ન્યાય અપાવવા લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે અને પીડિતાના હત્યારાઓને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે. આ મામલાની ગંભીરતા જોઈને સુપ્રીમ કોર્ટ પણ તાત્કાલિક સુનાવણી માટે રાજી થઈ ગઈ હતી અને સુનાવણી સમયસર શરૂ થઈ ગઈ છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે આ ઘટનાની નોંધ લીધી છે અને કેસની સુનાવણી કરી રહી છે. આ કેસ યાદીમાં ટોચ પર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપને મહત્વપૂર્ણ માનવામાં આવે છે, ખાસ કરીને કારણ કે કોલકાતા હાઈકોર્ટ પહેલેથી જ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ને તપાસ સોંપી ચૂકી છે.
આદેશનું પાલન કરવામાં આવશે
કોલકાતા રેપ મર્ડર કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે કોર્ટને કહ્યું કે બાળકી સાથે જાનવર કરતા પણ ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. તેના પર કપિલ સિબ્બલે ચીફ જસ્ટિસને પૂછ્યું કે પ્રિન્સિપાલ પર શું કરવું જોઈએ? સિબ્બલે કહ્યું કે જે પણ આદેશ આપવામાં આવશે તેનું પાલન કરવામાં આવશે.
સીબીઆઈ પાસે સ્ટેટસ ફાઈલ કરવા માટે ગુરુવાર સુધીનો સમય
સુપ્રીમ કોર્ટે કોલકાતા કેસની સુનાવણી દરમિયાન સીબીઆઈને ગુરુવાર સુધી સ્ટેટસ ફાઈલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમજ તપાસનો તબક્કો જણાવવા જણાવ્યું હતું. ચીફ જસ્ટિસે કહ્યું કે અમે રિપોર્ટ જોવા માંગીએ છીએ. આ સિવાય CJIએ કહ્યું કે અમે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરીશું. ટાસ્ક ફોર્સ સલામતી, કામ કરવાની પરિસ્થિતિઓ વગેરે વિશે જણાવશે. આ પછી સુપ્રીમ કોર્ટે આ ઘટનાનો વિરોધ કરી રહેલા ડોકટરોને કહ્યું કે અમારા પર વિશ્વાસ રાખો અને આ સાથે તમામ ડોકટરોને પોતાનો વિરોધ પાછો ખેંચી લેવાનો અનુરોધ પણ કર્યો. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે રાજ્ય પોલીસે શાંતિપૂર્ણ દેખાવકારો સામે ગંભીર પગલાં લેવા જોઈએ. ટાસ્ક ફોર્સ સલામતી, કામ કરવાની પરિસ્થિતિઓ વગેરે વિશે જણાવશે. કોલકાતા સરકાર વતી
કોલકાતા સરકાર અને પોલીસ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને પ્રશ્નો
પૂછવામાં આવ્યા હતા. CJIની આગેવાની હેઠળની બેન્ચે કોલકાતા પોલીસ પર સવાલો ઉઠાવ્યા હતા. ખંડપીઠે પૂછ્યું કે શું માતા-પિતાને ચાર કલાક સુધી છોકરીને મળવા દેવાયા નથી? તેના પર સિબ્બલે કહ્યું કે આ હકીકત યોગ્ય નથી. આ પછી ચીફ જસ્ટિસે પૂછ્યું કે શું શરૂઆતમાં હત્યાનો કેસ નોંધાયો ન હતો? તે સમયે કોલેજના પ્રિન્સિપાલ શું કરતા હતા? તેણે પગલાં કેમ ન લીધા? ચીફ જસ્ટિસે એમ પણ પૂછ્યું કે જ્યારે મોટી ભીડ હોસ્પિટલમાં ઘૂસી ગઈ, ત્યારે ટોળું હોસ્પિટલ પહોંચ્યું ત્યારે પોલીસ શું કરી રહી હતી? પોલીસે ક્રાઈમ સીનનું રક્ષણ કેમ ન કર્યું? ટોળાને અંદર કેવી રીતે પ્રવેશ આપવામાં આવ્યો? પ્રિન્સિપાલે રાજીનામું આપ્યું ત્યારે તેમની નિમણૂક બીજે ક્યાંક થઈ હતી? નવાઈની વાત એ હતી કે કપિલ સિબ્બલ પાસે સુપ્રીમ કોર્ટની બેન્ચ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો કોઈ જવાબ નહોતો.
સુપ્રીમ કોર્ટમાં આજે કોલકાતા મહિલા ડોક્ટર કેસની સુનાવણી શરૂ થઈ છે. દરમ્યાન સીજેઆઈ ચંદ્રચૂડે હડતાળ પર ઉતરેલા તબીબોને દર્દીઓની પડતી મુશ્કેલીઓને લઈને તેમના કામ પર પાછા ફરવા અપીલ કરી છે. દેશની સર્વોચ્ચ અદાલતે દેશભરના તબીબોને અપીલ કરી કે આખો દેશ તમારી સુરક્ષાને લઈને ચિંતિત છે. કોર્ટ પર ભરોસો રાખીને, ડોકટરોએ ફરીથી કામ પર પાછા ફરવું જોઈએ. દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. લાંબી રાહ જોયા પછી, તેઓને એપોઈન્ટમેન્ટ મળે છે, જે હવે રદ થઈ રહી છે.
આ પણ વાંચો: કોલકાતા મહિલા ડોક્ટર કેસમાં આવતીકાલથી ત્રણ દિવસની હડતાળ
આ પણ વાંચો: કોલકાતામાં મહિલા ડોક્ટર દુષ્કર્મ મામલે ઉગ્ર વિરોધ બાદ આરજી કર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે આપ્યું રાજીનામું