પ્રારંભ/ રાજ્યનાં 18 હજાર ગામોની 32,013 સરકારી શાળાઓમાં આજથી પ્રવેશોત્સવ

ગુજરાત સરકાર 17માં શાળા પ્રવેશોત્સવમાં 100% પ્રવેશયોગ્ય બાળકોની નોંધણી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગના જન્મ નોંધણી ડેટા અને વિદ્યા સમીક્ષા કેન્દ્રની ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમને એકીકૃત કરવામાં આવશે.

Top Stories Gujarat Others
શાળા

બનાસકાંઠાના વડગામ તાલુકાના મેમેદપુરા ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ૧૭માં શાળા પ્રવેશોત્સવ નો રાજ્યવ્યાપી પ્રારંભ કર્યો છે

ભૂપેન્દ્ર પટેલે શાળામાં પ્રવેશ મેળવી રહેલા ભૂલકાઓ સાથે વડીલ વત્સલ ભાવે વાતચીત કરી હતી ને બાળકોની વચ્ચે બેસી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશ ઉત્સવ અંતતર્ગત 31 હજાર ઉપરાંત  સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ પાત્ર બાળકોનું નામાંકન કરવાના ત્રીદિવસીય શિક્ષણ સેવા યજ્ઞમાં રાજ્ય મંત્રી મંડળનામંત્રીઓ,પદાધિકારીઓ,વરિષ્ઠ સચિવો,અને વર્ગ 1 ના અધિકારીઓ સહભાગી થઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ મેમદપુરા પ્રાથમિક શાળામાં એસ. એમ .સી. ના સભ્યો અને શાળાના શિક્ષકો, આચાર્ય સાથે બેઠકમાં  ગામની શાળામાં સુવિધાઓ અને અન્ય વિકાસ કામોની બાબતો  અંગે ચર્ચા કરી માર્ગ દર્શન આપ્યું હતું. રાજ્યમંત્રી કીર્તિ સિંહ પણ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.

શાળા

“ગુજરાતમાં 20 વર્ષમાં ડ્રોપઆઉટ રેટમાં 91.89 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે” : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

શાળા પ્રવેશોત્સવની અત્યાર સુધીની સફળતા અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના કારણે ડ્રોપઆઉટ રેટમાં 91.89 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં ડ્રોપ આઉટ રેટ વર્ષ 2002માં 37.22% હતો, જે વર્ષ 2022માં ઘટીને માત્ર 3.07% પર આવી ગયો છે. રાજ્યના દરેક બાળકને શિક્ષણ મળે એ અમારી પ્રાથમિકતા છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ 2003માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ અનોખા કાર્યક્રમની શરૂઆત કરી હતી. અમને એ વાતનો ગર્વ છે કે ગુજરાત એકમાત્ર રાજ્ય છે જે દર વર્ષે આવા અનોખા કાર્યક્રમનું આયોજન કરે છે અને બાળકો સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવેતે સુનિશ્ચિત કરે છે.”

શાળા

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર 17માં શાળા પ્રવેશોત્સવમાં 100% પ્રવેશયોગ્ય બાળકોની નોંધણી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગના જન્મ નોંધણી ડેટા અને વિદ્યા સમીક્ષા કેન્દ્રની ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમને એકીકૃત કરવામાં આવશે. આમ કરવાથી રાજ્ય સરકાર જોઈ શકશે કે રાજ્યમાં કેટલા બાળકોનો જન્મ થયો છે અને તેમાંથી કેટલા પ્રવેશયોગ્ય બાળકોએ શાળામાં પ્રવેશ લીધો છે. આ વખતે રાજ્ય સરકાર 2 થી 8ના વર્ગોમાંથી છેલ્લા કેટલાક વર્ષોમાં વચ્ચેથી જ અભ્યાસ છોડી દેનારા બાળકોને યોગ્ય વર્ગોમાં ફરીથી શાળામાં દાખલ કરાવશે અને સાથે જ, ગેરહાજરી, સંભવિત ડ્રોપઆઉટ વગેરેને રોકવા માટે તમામ ખાનગી, ગ્રાન્ટેડ શાળાઓ અને સરકારી શાળાઓમાં નોંધાયેલા બાળકોની 100% ડેટા-એન્ટ્રી પણ કરશે.

આ પણ વાંચો : ઉત્તરપ્રદેશના પીલીભીતમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 10 લોકોના ઘટનાસ્થળે મોત,6ની હાલત ગંભીર