Gandhinagar News/ સીએમ વિક્રમ સંવત 2081ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે

સીએમ ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2018ના પ્રારંભ દિવસે બીજી નવેમ્બર, શનિવારે સવારે સાત ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે ત્યારબાદ તેઓ સાડા સાત વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપૂજા માટે જશે.

Gujarat Gandhinagar Breaking News
Beginners guide to 34 1 સીએમ વિક્રમ સંવત 2081ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે

Gandhinagar News: સીએમ ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2018ના પ્રારંભ દિવસે બીજી નવેમ્બર, શનિવારે સવારે સાત ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે ત્યારબાદ તેઓ સાડા સાત વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપૂજા માટે જશે.

મુખ્યમંત્રીશ્રી ત્યાર બાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનિટી સેન્‍ટર ખાતે સવારે આઠ થી પોણા નવ સુધી નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે. તેના પછી તેઓ સવારે પોણા નવ વાગે રાજ ભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ને નૂતન વર્ષ શુભેચ્છાઓ પાઠવવા જશે.

ભૂપેન્દ્ર પટેલ સવારે સાડા દસ થી સાડા અગિયાર સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. મુખ્યમંત્રી તે પહેલાં સવારે દસ વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે.

નૂતન વર્ષ દિવસે બપોરે પોણા બાર કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સીએમ ભુપેન્દ્ર પટેલ બન્યા ભાજપના સક્રિય સભ્ય

આ પણ વાંચો: 16માં નાણા પંચ સમક્ષ સીએમ ભુપેન્દ્ર પટેલે રજૂ કર્યા મહત્ત્વના સૂચનો

આ પણ વાંચો: દેશની કેમિકલ-પેટ્રોકેમિકલ્સ નિકાસમાં ગુજરાત 31 ટકા હિસ્સા સાથે ટોચ પરઃ સીએમ ભુપેન્દ્ર પટેલ