Gandhinagar News/ સીએમ ભુપેન્દ્ર પટેલ બન્યા ભાજપના સક્રિય સભ્ય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી .આર. પાટિલની ઉપસ્થિતિમાં  ભાજપા ના સક્રિય સભ્ય બન્યા છે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી .આર. પાટિલની ઉપસ્થિતિમાં  ભાજપા ના સક્રિય સભ્ય બન્યા છે. આ પ્રસંગે ગુજરાત ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, સંસદદિનેશભાઈ મકવાણા તથા સભ્યપદ નોંધણી અભિયાન સંયોજકો ભરત પંડ્યા,  શ્રીમતી બીજલ પટેલ, પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ અને પક્ષના પદાધિકારીઓ-અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ દ્વારા હાલ સક્રિય સભ્ય તરીકે નોંધણી ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. આ ડ્રાઈવમાં આજે બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  સક્રિય સભ્ય તરીકે પોતાનું નામાંકન કરાવ્યું હતું. રાજ્યમાં ભાજપના સભ્યપદ અભિયાનમાં જોઈએ તો સૌથી વધુ સભ્ય જયેશ રાદડિયાએ બનાવ્યા છે. રાદડિયાએ 60 હજારથી પણ વધુ સભ્ય બનાવ્યા છે. આ બતાવે છે કે જયેશ રાદડિયાની કેટલી પક્કડ છે.

આ સિવાય ભાજપના બીજા વિધાનસભ્યો અપેક્ષા મુજબના સભ્યો બનાવવામાં નિષ્ફળ બનાવવામાં આવેલા છે. આના પરથી તે સાબિત થયું છે કે ભાજપના જે જે વિધાનસભ્યો સભ્યપદ નોંધણી અભિયાનમાં અપેક્ષા મુજબની કામગીરી બજાવી શક્તા નથી અથવા તો બજાવી જ નથી તે વિધાનસભ્યોને આગામી સમયમાં વિધાનસભા ચૂંટણીથી લઈને બોર્ડ નિગમોની નિમણૂક બધામાં તકલીફોનો સામનો કરવો પડી શકે છે. આ વિધાનસભ્યો માટે આગામી વિધાનસભા ચૂંટણીની ટિકિટ મેળવવી અત્યંત કપરી સાબિત થશે. વાસ્તવમાં આ સભ્યપદ અભિયાન તે વિધાનસભ્યોની વાસ્તવિક તાકાત કેટલી છે તે ચકાસી જોવાનો પક્ષનો પ્રયાસ છે. પક્ષ આ સ્થિતિમાં કામગીરીમાં નબળા પડતા વિધાનસભ્યોની ટિકિટ કાપશે તો આશ્ચર્ય નહીં થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાજપનું સભ્યપદ અભિયાન વિસનગરમાં સરકારી હોસ્પિટલના દર્દીને પણ ન છોડ્યો

આ પણ વાંચો: ભાજપના સદસ્યતા અભિયાને હદ વટાવી,જૂનાગઢના વૃદ્ધને રાજકોટમાં બનાવ્યા ભાજપના સભ્ય

આ પણ વાંચો: રાશનની દુકાને પરાણે આપવામાં આવે છે ભાજપનું સભ્યપદ