વટવા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એચ.વી. સિસારા કહે છે કે આ બાબત જાણ સોમવારે બપોરે ત્યારે મળી જ્યારે પીડિતાની માતાએ આરોપીને તેની બાળકી પર બળાત્કાર કરતો જોયો હતો. એક પોલીસ અધિકારી કહે છે કે, “પીડિત અને કિશોર(આરોપી) બનેં પડોશી હોવાનાં કારણે લાંબા સમયથી સંપર્કમાં હતા.
પોલીસ અધિકારીનું કહેવું છે કે જ્યારે પણ પીડિતા જુવેનાઇલના ઘરે ગઈ હતી ત્યારે આરોપીએ તેની સાથે જાતીય શોષણ કે બળાત્કાર ગુજાર્યો હતો. સોમવારે બપોરે પણ તેણે પીડિતાને તેના ઘરે બોલાવી હતી. તે સમયે જુવેનાઇલના ઘરે કોઈ નહોતું. અહીં ફરી આરોપીએ પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સમયે પિડીતા યુવતીનાં માતા બનેંને જોઇ જતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો
પીડિતા અને જુવેનાઇલ બંનેને યુવતીની માતા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની તપાસ અર્થે તબીબી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસ દ્વારા હાલ આ મામલે આરોપી સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 376 (બળાત્કાર) તેમજ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
