Not Set/ ભાદરવામાં આષાઢી માહોલ : અમદાવાદમાં મેઘાની તોફાની રીએન્ટ્રી

અમદાવાદમાં ભાદરવામાં અષાઢી માહોલ જોવામાં આવી રહ્યા છે. પાછલા દિવસોમાં ભારે બફારા પછી મેઘાએ અમદાવાદમાં ગાજવીજ સાથે રીએન્ટ્રી કરતા પાણી પાણી કરી દીધું છે. છેલ્લા એક કલાકથી અમદાવાદમાં ભારે વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. ત્યારે વરસાદનાં કારણે ઘણા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઇ ગયાનું સામે આવી રહ્યું છે. અમદાવાદનાં રખીયાલ, બાપુનગર, ઓઢવ, બોપલ, સેટેલાઇટ, નરોડા […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદમાં ભાદરવામાં અષાઢી માહોલ જોવામાં આવી રહ્યા છે. પાછલા દિવસોમાં ભારે બફારા પછી મેઘાએ અમદાવાદમાં ગાજવીજ સાથે રીએન્ટ્રી કરતા પાણી પાણી કરી દીધું છે. છેલ્લા એક કલાકથી અમદાવાદમાં ભારે વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. ત્યારે વરસાદનાં કારણે ઘણા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઇ ગયાનું સામે આવી રહ્યું છે.

અમદાવાદનાં રખીયાલ, બાપુનગર, ઓઢવ, બોપલ, સેટેલાઇટ, નરોડા સહિતનાં સમગ્ર અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે અને એકધારા વરસી રહેલા વરસાદનાં કારણે અમદાવાદનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હોવાનું સામે આવી રહ્યું છે. અવિરત વરસાદનાં કારણે અનેક જગ્યાએ ભારે ટ્રાફિક જામનાં દશ્યો પણ સર્જાયા હોવાનું સામે આવી રહ્યું છે.

આપને જણાવી દઇએ કે, મહારાષ્ટ્ર સહિત ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર રીએન્ટ્રી કરી છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદનાં પગલે મુંબઇ બાનમાં આવી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે અને અનેક વિસ્તારોમાં ભારે પાણીનો ભરાવો જોવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ સુરત, રાજકોટ સહિતના મહાનગરોમાં વરસાદી રાઉન્ડ શરૂ થયો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.