ચીનનાં ગોઇઝો પ્રાંતમાં મંગળવારે કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટનાં કારણે ઓછામાં ઓછા 14 લોકોનાં મોત થયા હોવાનુ સામે આવી રહ્યુ છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે સવારે 1.30 વાગ્યે ગુઆનલોંગ કોલસાની ખાણમાં બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટના સમયે આશરે 23 કામદારો કોલસાની ખાણમાં કામ કરી રહ્યા હતા. સ્થાનિક અધિકારીઓનાં જણાવ્યા અનુસાર સાત કામદારો ઘાયલ થયા છે જેમને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બે કામદારોની શોધખોળ ચાલુ છે. અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.

સ્થાનિક અધિકારીઓનાં જણાવ્યા અનુસાર આ દુર્ઘટના લગભગ દોઢ વાગ્યે થઈ હતી. બીટીટીએ જણાવ્યું હતું કે, શોધ અને બચાવ કામગીરી ચાલુ છે. ચીનની કોલસાની ખાણમાં વિસ્ફોટની આ પહેલી ઘટના નથી, આ પહેલા પણ ચીનમાં ઘણી ખાણોમાં વિસ્ફોટ થઇ ચુક્યા છે. ગયા મહિને જ, ચીનનાં શાંક્શી પ્રાંતમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 15 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને નવ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

શાંક્સી કોલસાની ખાણ સલામતી પ્રશાસને અહેવાલ આપ્યો છે કે આ ઘટના ત્યારે બની જ્યારે 35 ખાણીયાઓ પિંગ્યાઓ કાઉન્ટી વિસ્તારમાં કોલસાની ખાણમાં કામ કરતા હતા. અચાનક વિસ્ફોટમાં 15 લોકોનાં મોત થયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, એવું કહેવામાં આવ્યું હતું કે તે દરમિયાન 11 ખણીકોને ખાણમાંથી બહાર નિકાળવામાં સફળ થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
