Ahmedabad News/ પાર્કિંગ સમસ્યા બાદ bookmyshow પર કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકીટોનું વેચાણ ફરીથી શરૂ : શોના 10 દિવસ અગાઉ રૂ.6500 અને 25000ની ટિકિટનું વેચાણ ચાલુ

જોકે આ કોન્સર્ટને લઈને અગાઉ અનેક પ્રકારના વિવાદ સર્જાઈ ચૂક્યા છે

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 25 અને 26 જાન્યુઆરી 2025ના રોજ યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને વધુ એક અજુગતી બાબત સામે આવી છે. થોડા દિવસ અગાઉ bookmyshow પર કોન્સર્ટની બંને દિવસની ટિકિટો સોલ્ડ આઉટ બતાવતી હતી. ગઈકાલે સાંજથી ફરી bookmyshow પર ટિકિટ બુકિંગ માટેના 6500 અને 25000ના બે સ્લોટ ખુલ્લા બતાવી રહ્યા છે, એટલે કે જે લોકો આ કોન્સર્ટંમાં જવા ઈચ્છતા હોય તેઓ આ બંને સ્લોટમાંથી એકમાં ટિકિટ બુક કરીને કોન્સર્ટની મજા માણી શકે છે.

જોકે આ કોન્સર્ટને લઈને અગાઉ અનેક પ્રકારના વિવાદ સર્જાઈ ચૂક્યા છે. ટિકિટ વેચાણ કરતાં પ્લેટફોર્મ bookmyshow દ્વારા કોન્સર્ટમાં આવનારા પ્રેક્ષકોને પાર્કિંગ માટે સુવિધા મળશે નહિ એવું જણાવાયું હતું. જોકે, બીજી તરફ આ બ્રિટિશ બેન્ડની પબ્લિક રિલેશન કંપનીએ એવું જાહેર કર્યું હતું કે, જે લોકો પોતાના ફોર વ્હીલર અથવા ટુ વ્હીલર વાહન લાવવાનું ઇચ્છે છે, તેમના માટે ‘શો માય પાર્કિંગ’ એપ્લિકેશન પર સ્થળ નજીકના નિર્ધારિત પાર્કિંગ પ્લોટમાં પાર્કિંગ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. સ્ટેડિયમ પર સાઇટ પર કોઈ પાર્કિંગ ઉપલબ્ધ નથી, પરંતુ કોન્સર્ટમાં હાજરી આપનારા માટે અનુકૂળ વ્યવસ્થા કરવામાં આવશે.

‘શો માય પાર્કિંગ’ એપ્લિકેશન મારફતે તેમના પાર્કિંગ સ્લોટ બુક કરશે, તેઓ માટે સ્ટેડિયમ સુધી જવા માટે મફત શટલ સેવાનું પણ આયોજન કરાયું છે. ઓફિશિયલ માહિતી છે જેમાં ‘શો માય પાર્કિંગ’ એપ્લિકેશન પર તમારું પાર્કિંગ બુક કરવાની લિંક પણ શામેલ છે. 11 જાન્યુઆરીએ બુકમાય શો લાઇવના અધિકૃત સોશિયલ મીડિયા ચેનલ્સ પર શેર કરવામાં આવશે. કોલ્ડપ્લે કોન્સર્ટમાં આવનારા તમામ લોકોને આગ્રહ કરીએ છીએ કે તેઓ પોતાનું પાર્કિંગ બુક કરી લે.

તદુપરાંત અઠવાડિયા અગાઉ જ bookmyshow પર આ કોન્સર્ટને લગતી માહિતીનું પેજ જ ગાયબ થઈ ગયું હતું. શોની તમામ માહિતી જ ડિલિટ થઈ ગઈ હતી. ત્યારે શોના 10 દિવસ અગાઉ bookmyshow પર ટિકિટ બુકિંગ શરૂ બતાવતાં લોકો પણ મૂંઝવણમાં મુકાયા છે કે આ કોન્સર્ટમાં જવું કે ન જવું? ટિકિટ બુક કરવી કે ન કરવી?bookmyshow પર હાલ 6,500ની સામાન્ય અને 25,000ની પ્રેસિડેન્શિયલ ગેલરીની ટિકિટ મળી રહી છે. આ બંને ટિકિટો હાલ ઓનલાઇન મળી રહી છે. 25 તારીખની બંને ટિકિટ મળી રહી છે. જ્યારે 26 જાન્યુઆરીની પ્રેસિડેન્શિયલ ગેલરીની ટિકિટ મોટા ભાગની વેચાઈ ન હોવાથી એ પણ મળી રહી છે.

અગાઉ જે ટિકિટ સોલ્ડ આઉટ બતાવતી હતી એ જ ટિકિટ હવે ફરીથી મળવાની શરૂ થઈ છે. જોકે અગાઉના વિવાદોને કારણે હવે લોકો કોલ્ડપ્લેની ટિકિટ ઓછી ખરીદી રહ્યા હોવાની ચર્ચા છે.રેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અગાઉ IPL અને અન્ય મેચ પણ સ્ટેડિયમમાં યોજાઈ છે અને એની ટિકિટો લેવા માટે ચાહકોમાં અંતિમ દિવસ સુધી પડાપડી રહેતી હોય છે. ચાહકો બેથી ત્રણ ગણા ભાવ ચૂકવીને પણ ટિકિટ ખરીદતા હોય છે. એની સરખામણીએ કોલ્ડપ્લે કોન્સર્ટના દસ દિવસ અગાઉ પણ ટિકિટોના બે સ્લોટ હજુ પણ ખાલી બતાવતા એવું લાગી રહ્યું છે કે લોકો કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ લેવામાં ઓછો રસ દાખવી રહ્યા છે.

6,500ની ટિકિટમાં તો લોકોને જનરલ સુવિધા જ મળશે, પણ જે લોકોએ 25 હજારની પ્રેસિડેન્શિયલ ગેલરીની ટિકિટ બુક કરી છે તેમને VIP સુવિધાઓ મળશે. આ લોકોને અલગથી પાર્કિંગ ઝોન, પ્રીમિયમ ફૂડ, એરકંડિશનર લોબી, સ્પેશિયલ રેસ્ટરૂમ, VIP એન્ટ્રીની સાથે પિકઅપ અને ડ્રોપઓફ ઝોનની સુવિધાઓ આપવામાં આવશે, જોકે આ ટિકિટો જૂજ લોકો દ્વારા જ બુક કરવામાં આવી છે.
કોલ્ડપ્લે બેન્ડ લગભગ 9 વર્ષ પછી ભારતમાં પર્ફોર્મ કરવા જઈ રહ્યું છે, આ બેન્ડનું લાઈવ પર્ફોર્મન્સ જોવા માટે સંગીતરસિકોમાં ભારે ક્રેઝ જોવા મળે છે. આ બેન્ડ વર્ષ 2022થી મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર કરી રહ્યું છે, જેની યાદીમાં મુંબઈ અને હવે અમદાવાદનું પણ નામ જોડાઈ ગયું છે. આ બેન્ડમાં મુખ્ય ગાયક ક્રિસ માર્ટિન, ગિટારિસ્ટ જોની બકલેન્ડ, બેસિસ્ટ ગાય બેરીમેન અને ડ્રમર વિલ ચેમ્પિયન સહિત 4 સભ્ય છે. ફિલ હાર્વે આ ગ્રુપનો મેનેજર છે.

આ બેન્ડની શરૂઆત ક્રિસ માર્ટિન અને જોની બકલેન્ડે કરી હતી. બંનેની મુલાકાત વર્ષ 1996માં લંડન યુનિવર્સિટીમાં થઈ હતી. આ પછી ક્રિસ અને જોનીએ સાથે પર્ફોર્મ કરવાનું શરૂ કર્યું, એ સમયે બંને ‘બિગ ફેટ નોઈઝ’ અને ‘પેક્ટોરલ્સ’ તરીકે જાણીતા હતા. થોડા સમય પછી બેરીમેન બંનેને મળ્યો અને તે પણ તેમની સાથે જોડાયો. પછી બેન્ડનું નામ બદલીને ‘સ્ટારફિશ’ રાખવામાં આવ્યું, પરંતુ એનું નામ બદલીને ફરીથી ‘કોલ્ડપ્લે’ રાખવામાં આવ્યું. એ રશ ઓફ બ્લડ ટુ ધ હેડ આલ્બમ માટે બેન્ડે ‘ધ સાયન્ટિસ્ટ’ ગીત લખ્યું હતું. બેન્ડની શરૂઆતનાં ચાર વર્ષ પછી તેણે 2 હજારમાં તેનું પહેલું સ્ટુડિયો આલ્બમ રજૂ કર્યું, જેનું શીર્ષક ‘પેરાશૂટ્સ’ હતું. કોલ્ડપ્લેનું પહેલું સૌથી હિટ ગીત ‘શિવર’ હતું. ભારતમાં 2016માં કોલ્ડપ્લેએ પર્ફોર્મ કર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટમાં શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી 17 લાખની કરી છેતરપિંડી

આ પણ વાંચો: નકલી ઇન્કમટેક્સ અધિકારીઓનો પર્દાફાશ, વેપારી સાથે લાખોની છેતરપિંડી

આ પણ વાંચો: ભાવનગરમાં નકલી ઈનવોઈસ અને ક્વોટેશન બનાવી રૂપિયા 1 કરોડથી વધુની છેતરપિંડી