Gandhinagar News/ વિધાનસભા પરિસરના પ્રાંગણમાં રંગારંગ હોળી ઉત્સવ, CM ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ સહિત ધારાસભ્યો રંગમા રંગાયા

ગાંધીનગરમાં વિધાનસભા ગૃહની સામેના હરિયાળા પ્રાંગણમાં રંગ-ઉમંગની છોળો અને પરંપરાગત આદિવાસી નૃત્યોની રમઝટ સાથે હોળી ઉત્સવ ઉજવાયો.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રોત્સાહક અને પ્રેરક સહભાગીતાથી ગુજરાત વિધાનસભાના સભ્યોએ રંગ અને ઉમંગના પર્વ હોળીની રંગારંગ ઉજવણી કરી હતી. વિધાનસભાની બેઠકની 12 માર્ચ, બુધવારના દિવસની કાર્યવાહી પૂરી થયા બાદ ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વિધાનસભા અધ્યક્ષ, મંત્રીઓ, ધારાસભ્યો, સૌ વિધાનસભા ગૃહની સામેના હરિયાળા પ્રાંગણમાં આ હોળી ઉત્સવ માટે એકત્ર થયા હતા.

આદિવાસી કલાકારો દ્વારા પ્રસ્તુત પરંપરાગત ઘેરૈયા નૃત્યોના તાલના સંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મંત્રીઓ, ધારાસભ્યો, વિધાનગૃહમાંથી પગપાળા આ પ્રાંગણમાં પહોંચ્યા હતા. વિધાનસભા પરિસર સામેના આ હરિયાળા પ્રાંગણમાં હોળીગીતોની સંગીતમય પ્રસ્તુતિ, તથા આદિવાસીઓનાં હોળી નૃત્યોના રંગસભર માહોલ વચ્ચે મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ સહિત સૌએ એકબીજાને રંગો ઉડાડી રંગભીના કર્યા હતા અને આ રંગપર્વનો મન મૂકીને આનંદ માણ્યો હતો. પ્રાંગણમાં બેસવા માટે ખાટલા-ઢોલિયા સાથે રંગબેરંગી ફૂલોની સજાવટથી નયનરમ્ય રંગોળી પણ આ હરિયાળા પ્રાંગણની શોભા વધુ રંગમય બની હતી.

રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, ધારાસભ્યો, હોળી ગીતોના તાલે ગરબા પણ રમ્યા હતા અને સમગ્ર વાતાવરણને રંગારંગ, ઉલ્લાસમય અને પરસ્પર પ્રેમનું પ્રતીક બનાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ધારાસભ્યો, આમંત્રિતોએ આ રંગ પર્વના ઉલ્લાસ સાથોસાથ સમૂહ ભોજનનો આસ્વાદ પણ માણ્યો હતો. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિધાનસભાના સભ્યો દ્વારા હોળી પર્વની રંગસભર સામૂહિક ઉજવણીની આ પરંપરા ગયા વર્ષથી શરૂ કરાવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હોળી-ધુળેટીને લઈને વતન જવા માટે સુરતના ઉધના સ્ટેશન પર મુસાફરોનો જમાવડો, ઠેર ઠેર પોલીસનો બંદોબસ્ત

આ પણ વાંચો: હોળી-ધુળેટીના તહેવારોને લઈ ST વિભાગની તૈયારી,9 માર્ચથી 13 માર્ચ સુધી દોડાવવામાં આવશે વધારાની બસો

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હોળીને લઈ લીધો મહત્વનો નિર્ણય