Bhruch/ સુરત બાદ ભરૂચમાં કોમી તંગદિલી સર્જાઈ, બે-કોમના ટોળા સામ-સામે, પોલીસે 17ની કરી ધરપકડ

સુરત (Surat) બાદ ભરૂચ (Bharuch) માં કોમી તંગદિલી સર્જાઈ.  ભરૂચમાં બે કોમના ટોળા સામ-સામે આવી ગયા. એક કોમના ટોળાઓ પથ્થરમારો કરતા વાહનોમાં મોટાપાયે તોડફોડ કરી નુકસાન પંહોચાડ્યું. ભરૂચમાં કોમી તંગદિલીના પગલે પોલીસે ત્વરિત કામગીરી દાખવતા કુલ 17ની ધરપકડ કરી છે.

Top Stories Gujarat Others Breaking News

Bharuch News: સુરત (Surat) બાદ ભરૂચ (Bharuch) માં કોમી તંગદિલી સર્જાઈ.  ભરૂચમાં બે કોમના ટોળા સામ-સામે આવી ગયા. એક કોમના ટોળાઓ પથ્થરમારો કરતા વાહનોમાં મોટાપાયે તોડફોડ કરી નુકસાન પંહોચાડ્યું. ભરૂચમાં કોમી તંગદિલીના પગલે પોલીસે ત્વરિત કામગીરી દાખવતા કુલ 17ની ધરપકડ કરી છે. તેની સાથે તેમની સામે કેસ પણ નોંધવામાં આવ્યા છે. આ પથ્થરમારામાં બેને ઇજા થઈ હતી.

આ બનાવ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર બનવા પામ્યો. ભરૂચમાં  ધાર્મિક તહેવારોના ઝંડા લગાવવા બબાલ થતા બે-કોમના લોકો વચ્ચે મોટો ઝગડો થયો. બે-કોમ વચ્ચે મોટો હંગામો થતા મામલો થાળે પાડવા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ. એસપીની તાત્કાલિક કામગીરીથી સ્થિતિને કાબૂમાં કરવામાં આવી.

અત્યારે દેશભરમાં ગણેશ ઉત્સવનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે અસમાજિક તત્વો દ્વારા વાતાવરણ ડહોળવાના પ્રયાસો થઈ રહ્યા છે. સુરતમાં કિશોરો દ્વારા ગણેશના પંડાલમાં પથ્થરમારો કરવાની ઘટના બની હતી તેના થોડા જ દિવસોમાં ભરૂચમાં બે કોમ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી મોટો ઝગડો થતા પથ્થરમારો કરી વાહનોને નુકસાન પંહોચાડવામાં આવ્યું. મામલો બીચકતા એસપી મયુર ચાવડા સહિતનો કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો. એસપીએ તાત્કાલિક ધોરણે સ્થિતીને કાબુમાં કરતા તહેવારમાં શાંતિનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરનાર અસમાજિક તત્વો પર હાલમાં નિયંત્રણ કર્યું છે.

નોંધનીય છે કે સુરતમાં 8 સપ્ટેમ્બરે સૈયદપુરામાં ગણેશ પંડાલ પર રિક્ષામાં સવાર છ કિશોરોએ પથ્થરમારો કર્યો હતો. બાદમાં ભારે અગ્નિદાહ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા અને લાઠીચાર્જનો આશરો લીધો હતો. બાદમાં પોલીસે 32 આરોપીઓની ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત પર ફરી વરસાદી આફતના વાદળ, ભરૂચનું આસરમા ગામ બેટમાં ફેરવાયું

આ પણ વાંચો: ભરૂમાં સાપ કરડ્યા પછી બાળકને હોસ્પિટલના બદલે ભૂવા પાસે લઈ જવાતા મોત

આ પણ વાંચો: ભરૂચ ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા, કોલસાના કાળાબજારીઓને લાખોના મુદ્દામાલ સાથે ઝડપ્યા