રવિવારે હરિયાણા એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર રણબીર ગંગવાના કાર ઉપર કથિત હુમલો કરવા સંદર્ભે સિરસા પોલીસે સો લોકોથી વધુ વિરોધીઓ સામે કેસ નોંધ્યો છે.સિવિલ લાઇન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહે મંગળવારે કહ્યું કે અમે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની વિવિધ કલમો હેઠળ 100-150 વિરોધીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. ચૂંટાયેલા પ્રતિનિધિની હત્યા કરવાનો પ્રયાસ, જાહેર સંપત્તિને નુકસાન શામેલ છે. કલમ 124 (એ) (રાજદ્રોહ) પણ એફઆઈઆરમાં ઉમેરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે.
અધિકારીએ જણાવ્યું કે, બે ખેડૂત નેતાઓના નામ એફઆઈઆરમાં નોંધાયા છે. તેમણે જણાવ્યું હતું કે આ ઘટનાના સીસીટીવી ફુટેજ મંગાવવામાં આવ્યા છે અને અન્ય આરોપીઓની ઓળખ થતાં જ ધરપકડ કરવામાં આવશે.ડેપ્યુટી સ્પીકર ગંગવાએ જણાવ્યું હતું કે, રવિવારે તેમના વાહન ઉપર પથ્થરમારો કરનારા લોકોને ખેડુત કહી શકાય નહીં. તેમણે કહ્યું કે તેમને ખેડૂત ન કહેવા જોઈએ. હું કહી શકું છું કે જે લોકોએ હુમલો કર્યો તે વ્યસની હોવાનું લાગતું હતું.
હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ જ્ઞાનચંદ્ર ગુપ્તાએ કહ્યું હતું કે, દરેકને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ કોઈ પણ કાયદાને પોતાના હાથમાં લઈ શકે નહીં. ગુપ્તાએ કહ્યું કે, ડેપ્યુટી સ્પીકરની કાર પર જે રીતે હુમલો કરવામાં આવ્યો હતો, તેવું કોઇ અનિચ્છનીય બનાવ બની શકે છે.
