ફરિયાદ/ મહારાષ્ટ્રમાં ભાજપની જન આર્શીવાદ યાત્રામાં કોરોના નિયમો નેવે મૂકતાં 36 સામે ફરિયાદ

શુક્રવાર સુધી મુંબઈના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો સામે 19  એફઆઇઆર નોંધવામાં આવી હતી અને નવા કેસોની નોંધણી સાથે નોંધાયેલી FIRની કુલ સંખ્યા 36 થઈ ગઈ છે.

India
reli મહારાષ્ટ્રમાં ભાજપની જન આર્શીવાદ યાત્રામાં કોરોના નિયમો નેવે મૂકતાં 36 સામે ફરિયાદ

મુંબઈ પોલીસે શનિવારે મુંબઈના વિવિધ વિસ્તારોમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની જન આશિર્વાદ યાત્રા દરમિયાન કોવિડ -19 પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ ભારતીય જનતા પાર્ટી (ભાજપના) નેતાઓ અને કાર્યકરો સામે 17 નવી એફઆઈઆર નોંધી છે.

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારે આજે કોવિડ -19 નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મુંબઈમાં ભાજપની રેલી સામે 17 નવી એફઆઈઆર નોંધાવી છે. શુક્રવાર સુધી મુંબઈના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો સામે 19  એફઆઇઆર નોંધવામાં આવી હતી અને નવા કેસોની નોંધણી સાથે નોંધાયેલી FIRની કુલ સંખ્યા 36 થઈ ગઈ છે.

મુંબઈ પોલીસ દ્વારા મુલુંડ, ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ, પંત નગર, ખાર, સાન્તાક્રુઝ, પવઈ, એમઆઈડીસી, સાકી નાકા, મેઘવાડી, ગોરેગાંવ, ચારકોપ, બોરીવલી અને એમએચબી પોલીસ સ્ટેશનમાં નવી એફઆઈઆર નોંધવામાં આવી છે. નોંધપાત્ર વાત એ છે કે, મુંબઈ પોલીસના પ્રતિબંધો છતાં, રાણેએ ગુરુવારે મુંબઈમાં પોતાની જન આશીર્વાદ યાત્રા શરૂ કરી. રાજ્યમાં ચાલી રહેલી કોરોના મહામારીને જોતા, ઘણા વિપક્ષી નેતાઓએ પણ રેલીનો વિરોધ કર્યો હતો.

સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું હતું કે જન આર્શિવાદ યાત્રા ત્રીજી લહેરને નિમંત્રણ છે. વિવિધ રાજ્યોમાં કેન્દ્રિય પ્રધાનઆ યાત્રા  કરી રહ્યા છે.  તેમણે ભાજપને ધીરજ રાખવા કહ્યું છે.  રાજ્યસભા સદસ્યએ દાવો કર્યો છે કે ભાજપ જાણી જોઈને આવું  કરી રહ્યું છે, કારણ કે તેમને લોકોની તકલીફો સાથે કંઈ લેવા દેવા નથી.