ફરિયાદ/ બંગાળમાં મિથુન ચક્રવતી અને દિલીપ ઘોષ સામે ફરિયાદ

મિથુન ચક્રવતી અને દિલીપ ઘોષ સામે ફરીયાદ

India
mitjunnnn બંગાળમાં મિથુન ચક્રવતી અને દિલીપ ઘોષ સામે ફરિયાદ

પશ્વિમ બંગાળમાં ચૂંટણીના પરિણામ આવ્યા બાદ રાજ્યમાં હિંસા ભડકી હતી જેમાં 9 લોકોના મોત થયા હતા ઘણાબધા ઘાયલ થયા હતા. રાજ્યમાં ટીએમસી કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે અવારનવાર હિંસક બનાવો બનતા રહે છે.પશ્વિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર મૃત્યુંજય પાલે અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવતી અને બંગાળના ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષ સામે ફરીયાદ નોંધાવી છે.

બંગાળમાં બન્ને પક્ષો એકબીજા પર આક્ષેપ કરતાં રહે છે,હાલ રાજ્યમાં માહોલ ગરમાયો છે .ત્યારે ટીએમસીના કાર્યકરે ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષ અને મિથુન ચક્રવતી સામે ફરીયાદ નોંધાવી છે.પાલે આરોપ લગાવ્યો છે કે આ બન્ને નેતાઓએ  ભાજપના કાર્યકરોને હિંસા ફેલાવવા માટે ઉશ્કેરીયા હતા. ઉલ્લખનીય છે કે ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ચૂંટણી સમયે પણ મારામારીના બનાવો બન્યા હતા.ચૂંટણીમાં અનેક લોકોના મોત પણ થયાં હતા.