Banaskantha News : બનાસકાંઠામાં શિક્ષકની આત્મહત્યાના કેસમાં અંતે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. થરાદના પઠામડાના શિક્ષકે આત્મહત્યા કરી લીધી હતી. જેમાં બનાસકાંઠા શિક્ષણ અધિકારી સહિત 5 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. મૃતક શિક્ષકે સ્ટેટ્સ પર પોતે નિર્દોષ હોવાનો એકરાર પણ કર્યો હતો. આ શિક્ષક ઘરેથી ગૂમ થઈ ગયા હતા. ગૂમ થયાના કલાકો બાદ તેમનો મૃતદેહ મળ્યો હતો. શિક્ષકનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો.
બાદમાં મૃતક શિક્ષકના પિતાએ 6 લોકો વિરૂદ્ધ આક્ષેપ કર્યો હતો. જેમાં શિક્ષકને ધમકાવતા આપઘાત કરવા મજબુર થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શિક્ષક દલિત હોવાથી કેટલાક લોકોને ન ગમતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. મૃતક ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતા પકડાયો તે શાળાના ઇન્ચાર્જ હતા.
ધો. 12ની પરીક્ષા આપતા ડમી વિદ્યાર્થી પકડાયો હતો. આચાર્ય રજા પર ઉતરી જતા મૃતકને ચાર્જ સોંપાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પરિવારે 5 લોકો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ છે.
આ પણ વાંચો: લયા સ્કૂલનું કારસ્તાન સામે આવ્યું, RTE હેઠળ પ્રવેશ પામેલ બાળકને હેરાન કરવાનો આક્ષેપ
આ પણ વાંચો: RTE હેઠળ 100 વિદ્યાર્થીઓના બોગસ એડમિશનનો થયો પર્દાફાશ, 100 વિદ્યાર્થીઓના એડમિશન કરાયા રદ
