Surat News: સુરત (Surat)માં કઠોરની જમીન કૌભાંડ (Land Scam) મામલે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં આવી છે. એનઆરઆઈ(NRI)ની જમીનની બોગસ વીલ બનાવી ખેલ ખેલવામાં આવ્યો હતો.
સુરતમાં કઠોર ગામમાં ખોલવડના ભેજાબાજે NRIની જમીનનો બોગસ વીલ બનાવી કૌભાંડ આચર્યુ હોવાનું સામે આવ્યું છે. નામ ફેરફારની નોંધ સામે પાવરદારે વાંધો ઉઠાવ્યો છે. ભેજાબાજ ઉપરાંત જમીન ખરીદનાર વિરૂધ્ધ CID ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે. CID ક્રાઇમની ફરિયાદ બાદ તપાસ શરૂ કરવામાં આવી છે.
CID ક્રાઇમે તપાસ શરૂ કરતા આરોપીઓ અગાઉ પોલીસને ચોપડે ગુનેગાર તરીકે નોંધાયા છે. જેમાં સરફરાઝ અલ્લારખા મુલતાની, મોહમદ સિદીક વાડીવાલા પણ પોલીસ ચોપડે આરોપી છે. હાલ બંને આરોપી CID ક્રાઇમની પકડથી દૂર છે. CID ક્રાઇમની તપાસમાં અન્ય નામ ખૂલી શકવાની સંભાવના છે.
આ પણ વાંચો:પંચમહાલમાં નકલી પ્રોપર્ટી કાર્ડ કૌભાંડમાં સેટલમેન્ટ કમિશ્નરે કાર્ડ રદ કરવાનો કર્યો હુકમ
આ પણ વાંચો:અમરેલીના વડિયામાં PGVCLની ડુપ્લિકેટ રસીદોનું કૌભાંડ આવ્યું સામે
આ પણ વાંચો:CID ક્રાઈમ દ્વારા કરાઈ કૌભાંડી બન્ટી-બબલી ની ધરપકડ