લોકસભા ચૂંટણીનાં પરિણામો સામે આવી રહ્યા છે, ત્યારે ભાજપનો કેેસરીયો દેશભરમાં લહેરાવવા જઇ રહ્યો હોય તેવો માહોલ દેખાઇ રહ્યો છે. મધ્યપ્રદેશનાં સીહોરમાં એક મતગણના કેદ્ર પર જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ રતન સિંહ ઠાકુુરની હાર્ટ અટેકથી મોત નિપજ્યુ છે. સુત્રોનાં જણાવ્યા મુજબ રતન સિંહ ઠાકુર મતગણતરી કેન્દ્ર પર વોટોની ગણતરી જોવા પહેચ્યા હતા. પરંતુ અચાનક તેે પોતાની જગ્યા પર ઢળી પડ્યા.

મધ્યપ્રદેશનાં સીહોરમાં મતગણના કેન્દ્ર પર હાજર લોકોએ જણાવ્યુ કે, સીહોર જિલ્લા અધ્યક્ષ રતન સિંહ ઠાકુર પોતાના સાાથીઓની સાથે મતગણના કેંન્દ્ર પર આવ્યા હતા.ત્યારે પરિણામોને દેખતા તે જમીન પર અચાનક ઢળી પડ્યા હતા. જો કે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમને બચાવી ન શકાયા. તાજેતરમાં દેશભરમાં મત ગણતરી ચાલી રહી છે. વલણોમાં ભાજપ હાલમાં આગળ ચાલી રહ્યુ છે. આ વખતનાં ચૂંટણી પરિણામોમાં મોદી લહેર યથાવત રહેતા વલણો 300 + ની વાત કરી રહી છે. ખાસ મધ્યપ્રદેશની વાત કરીએ તો ભાજપ મોટી જીત તરફ અગ્રેસર દેખાઇ રહ્યુ છે. 2014માં લોકસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશમાં ભાજપે બાજી મારી હતી. અહી 29 બેઠકોમાંથી 27 બેઠકો પર ભાજપનો કેસરીયો લહેેરાયો હતો. જ્યારે કોંગ્રેસ માત્ર 2 બેઠકો જીતવામાં સફળ રહી હતી.
