Not Set/ કોંગ્રેસ હવે જીગ્નેશ મેવાણીને પક્ષમાં જોડવાની તૈયારીમાં

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ હાલ ધમાસાણ જોવા મળી રહ્યું છે. તમામ પાર્ટીઓ દ્વારા ચુંટણીના પ્રચાર-પ્રસાર માટે કમર કસવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસે ગુજરાતમાં ભાજપ સામે વિરોધ નોધાવી ચુકેલા તમામ આગેવાનોને પક્ષમાં એકજુથ કરવાની તૈયારીમાં જોવા મળી રહ્યું છે. હવે કોંગેસની નજર હવે દલિત આંદોલનના સૌથી મોટા ચહેરા જીન્ગેશ મેવાણીને પક્ષમાં લાવવાની છે. નોધનીય છે કે, આજે જીગ્નેશ […]

Gujarat
jignesh mevani 7592 કોંગ્રેસ હવે જીગ્નેશ મેવાણીને પક્ષમાં જોડવાની તૈયારીમાં

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ હાલ ધમાસાણ જોવા મળી રહ્યું છે. તમામ પાર્ટીઓ દ્વારા ચુંટણીના પ્રચાર-પ્રસાર માટે કમર કસવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસે ગુજરાતમાં ભાજપ સામે વિરોધ નોધાવી ચુકેલા તમામ આગેવાનોને પક્ષમાં એકજુથ કરવાની તૈયારીમાં જોવા મળી રહ્યું છે. હવે કોંગેસની નજર હવે દલિત આંદોલનના સૌથી મોટા ચહેરા જીન્ગેશ મેવાણીને પક્ષમાં લાવવાની છે.

નોધનીય છે કે, આજે જીગ્નેશ મેવાણી દિલ્લીમાં છે અને તેઓ આજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી શકે છે. પરંતુ આ અંગે ગુજરાતમાં કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે જણાવ્યું હતું, જીન્ગેશ મેવાણીએ સ્પષ્ટતા કરી છે કે કોગ્રેસ પાર્ટીના દલિતો સાથે જોડાયેલા મુદ્દાઓ પર પોતાનું વલણ સાફ નહિ કરે ત્યાં સુધી કોઈ નિર્ણય લેશે નહિ.

મહત્વનું છે કે, આ પહેલા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર દ્વારા કોંગ્રસનો ખેસ પહેરાવ્યા બાદ પાસ કન્વીર હાર્દિક પટેલ પણ રાહુલ ગાંઘીની સાથેની મુલાકાત બાદ નરમ વલણ આપનાવી ચુક્યા છે.