Kargil Vijay Divas-Congress Leader: કારગિલ વિજય દિવસ એ ભારતના લશ્કરી ઈતિહાસમાં એક ગૌરવપૂર્ણ દિવસ છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કારગિલની મુલાકાતે છે. આ ખાસ અવસર પર જવાનોને સંબોધન કરતાં તેમણે પાકિસ્તાનનો ઉલ્લેખ કરી ધમકી આપી. તેમણે કહ્યું કે આ આતંકવિરોધ પ્રવૃત્તિ ચલાવવામાં આવશે નહી. પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળશે. આજના ખાસ દિવસ પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કરી જવાનોને શુભ કામના આપી.
પ્રિયંકાગાંધી
પ્રિયંકા ગાંધીએ લખ્યું કે આજના દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવ્યો છે. આ ઇતિહાસ ભારતને ગૌરવ અપાવનારો છે. કારગિલ યુદ્ધમાં જવાનોના બહાદુર પરાક્રમ અને બલિદાનની આ શૌર્યગાથા છે જે આજના યુવાનોને પ્રેરણા આપે છે.
कारगिल विजय दिवस भारतीय सैन्य इतिहास का वह सुनहरा पन्ना है जो हमें हमारे बहादुर जवानों के शौर्य, पराक्रम और बलिदान की याद दिलाता है।
कारगिल युद्ध में हमारी सेना के जांबाजों ने दुर्गम परिस्थितियों का सामना करते हुए जान की बाजी लगाकर दुश्मन को भगाया और हिमालय की ऊंची चोटियों पर… pic.twitter.com/XAQKPTbcqY
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 26, 2024
મલ્લિકાર્જુન ખડગે
કારગિલ વિજય દિવસ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાજુર્ન ખડગેએ પણ જવાનોને શુભેચ્છા આપી. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે અમને અમારા જવાનોના અદમ્ય સાહસ પર ગર્વ છે. આજના દિવસે આપણા સૈનિકો અને તેમના પરિવાર તેમજ તમામ ભારતીયોને શુભેચ્છા આપું છું.
25वें ‘कारगिल विजय दिवस’ के अवसर पर हमारे वीर सैनिकों, उनके परिवारों और सभी भारतीयों को बधाई।
कारगिल युद्ध में हमारी मातृभूमि की रक्षा करते हुए सर्वोच्च बलिदान देने वाले हमारे वीरों की शहादत को हम सिर झुकाकर नमन करते हैं।
हमें उनके अदम्य साहस व पराक्रम पर गर्व है।
जय हिंद।… pic.twitter.com/mLTrU4xnHG
— Mallikarjun Kharge (@kharge) July 26, 2024
કારગિલ યુદ્ધ
કારગિલ એ વિસ્તાર છે જ્યાં ભારતીય અને પાકિસ્તાની સેનાઓ લડ્યા હતા અને કારગિલ દ્રાસ વિસ્તારને પાડોશી દેશના કબજામાંથી મુક્ત કરાવ્યો હતો. આ દિવસે ભારતીય સેનાએ પાકિસ્તાન સામે વિજય ગાથા લખી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ સૈન્ય યુદ્ધને ઇતિહાસમાં વિજયના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે, ભારત દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વની રક્ષા કરનારા બહાદુર સૈનિકોની હિંમત અને બલિદાનને યાદ કરે છે.
કારગીલ વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
કારગિલ વિજય દિવસ 26 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. 1999માં ભારત અને પાકિસ્તાની સેના વચ્ચે કારગિલ યુદ્ધ થયું હતું. તે કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાની જીતનું પ્રતીક છે. કારગિલ યુદ્ધમાં લડેલા સૈનિકોના સન્માનમાં દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે અમે તે ભારતીય સૈનિકોની બહાદુરી અને બલિદાનને સન્માન આપીએ છીએ જેમણે પાકિસ્તાની ઘૂસણખોરોથી કારગીલની પહાડીઓને ફરીથી મેળવવા માટે અથાક લડત આપી હતી.

કારગિલ યુદ્ધ મે અને જુલાઈ 1999 વચ્ચે ભારત અને પાકિસ્તાની સેનાઓ વચ્ચે લડવામાં આવ્યું હતું. આ યુદ્ધ જમ્મુ-કાશ્મીર રાજ્યના કારગિલ જિલ્લામાં થયું હતું. 1999 ની શરૂઆતમાં,પાકિસ્તાની સૈનિકોએ ગુપ્ત રીતે નિયંત્રણ રેખા (LOC) પાર કરીને ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરી કરી હતી અને કારગીલના ઊંચા શિખરો પર કબજો જમાવ્યો હતો.
ઓપરેશન વિજય
આ ઘૂસણખોરીને શોધી કાઢ્યા પછી, ભારતીય સેનાએ ઓપરેશન વિજય શરૂ કર્યું. ભારતીય સેનાએ મુશ્કેલ ભૂપ્રદેશ અને પ્રતિકૂળ હવામાન છતાં હિંમત અને નિશ્ચય દર્શાવ્યો અને ધીમે ધીમે પાકિસ્તાની ઘૂસણખોરોને પાછળ હટાવવાનું શરૂ કર્યું. ભારતીય વાયુસેનાએ ઓપરેશન સફેદ સાગર હેઠળ હવાઈ હુમલામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો:રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલનું હવે રિપબ્લિક પેવેલિયન, અશોક હોલનું નામ બદલાયું
