Not Set/ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પહેલ, રેમડેસિવિર ઈન્જેકશન માટે  ફાળવ્યા આટલા રૂપિયા

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ  રેમડેસિવિર ઈન્જેકશન  માટે એક નવી પહેલ કરી છે. આણંદમાં રેમડેસિવિર ઈન્જેકશન માટે 10 લાખ ફાળવ્યા છે. પોતાને મળતી ધારાસભ્યની ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે. 

Gujarat Trending
amit chavda કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પહેલ, રેમડેસિવિર ઈન્જેકશન માટે  ફાળવ્યા આટલા રૂપિયા

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે.  મહાનગરોથી શરુ થયેલું સંક્રમણ હવે જીલ્લા અને ગ્રામ્ય ક્ક્ષા એ પહોચી ચુક્યું છે. રાજયમાં સતત કોરોના કેસમાં મસ મોટો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કુલ સંક્રમીતોની સંખ્યા પણ ૪ લાખની નજીક પહોચવા આવી છે. ત્યારે રાજ્યમાં કોરોના વાઇરસને લગતી ટેસ્ટીંગ કીટ, દવાઓ અને રેમડેસિવિર ઈન્જેકશન વિગેરે માટે બુમરાણ થઇ રહી છે. રાજ્યમાં ઠેર ઠેર દવા અને રેમડેસિવિર ઈન્જેકશનની અછત સામે આવી રહી છે.

ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ  રેમડેસિવિર ઈન્જેકશન  માટે એક નવી પહેલ કરી છે. આણંદમાં રેમડેસિવિર ઈન્જેકશન માટે 10 લાખ ફાળવ્યા છે. પોતાને મળતી ધારાસભ્યની ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે.  રેમડેસિવિર ઈન્જેકશન માટે રૂ.10 લાખ ફાળવ્યા છે. આંકલાવ વિધાનસભા બેઠકના MLA  અમિત ચાવડા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા  સુરત ખાતે ૫૦૦૦ રેમડેસિવિર ઈન્જેકશન વિતરણ કરવામાં આવ્યા હતા. એ એ બાબત રાજકીય સ્વરૂપ ધારણ કર્યું હતું.  વિપક્ષ અને જનતાની ટકોર નો ભોગ બનવું પડ્યું હતું. રેમડેસિવિર ઈન્જેકશનની આટલી તંગી વચ્ચે પ્રદેશ હ આટલી મોટી સંખ્યામાં આટલા બધા રેમડેસિવિર ઈન્જેકશન કયાંથી લાવ્યા એ સવાલો ઉઠ્યા હતા. અને વિપક્ષે પણ સરકાર પાસે રેમડેસિવિર ઈન્જેકશનનો જથ્થો પોતાનાવિસ્તારમાં વિતરણ  માટે માંગ્યો હતો. ત્યારે ખુદ CM રુપાણીએ પણ આ અંગે સ્પષ્ટતા કરવાની જરૂર પડી હતી. અને કહ્યું હતું , કે રેમડેસિવિર ઈન્જેકશન પાટીલ ભાઉ ક્યાંથી લાવ્યા એ એમને જ પૂછો .